મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફેન્સી પતંગના સ્ટોલના ગોડાઉનમાં પાંચ ચાઇનીઝ ફીરકી સાથે વેપારી પકડ્યો


SHARE









મોરબીમાં ફેન્સી પતંગના સ્ટોલના ગોડાઉનમાં પાંચ ચાઇનીઝ ફીરકી સાથે વેપારી પકડ્યો

મોરબીમાં પૂનમ કેસેટ નજીક ફેન્સી પતંગના સ્ટોલના ગોડાઉનમાં ચાઈનીઝ ફિરકી હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત પાંચ ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી પોલીસે ૨૫૦૦ ની કિંમતની ફીરકીઓ કબજે કરી હતી અને વેપારીની ધરપકડ કરીને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ચાઈનીઝ ફીરકીનો ઉપયોગ અને વેચાણ કરવા ઉપર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર વેપારીઓ દ્વારા ચાઈનીઝ ફીરકીનું વેચાણ કરવામાં આવે છે અને કેટલાક લોકો તે ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરીને પતંગો પણ ચગાવતા હોય છે દરમિયાન મોરબીમાં તખતસિંહ રોડ પાસે પૂનમ કેસેટ નજીક ફેન્સી પતંગના સ્ટોરના ગોડાઉનમાં ચાઈનીઝ ફીરકી હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેને આધારે પોલીસી ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ ચાઈનીઝ ફિરકીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫૦૦ ની કિંમતની પ્રતિબંધિત પાંચ ચાઈનીઝ ફીરકીઓ કબજે કરી હતી અને વેપારી રિયાઝઅહેમદ હુસેનભાઇ કલાડિયા જાતે ઘાંચી (૩૨) રહે. માધાપર શેરી નં-૬ મોરબી વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News