ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર: કારખાનામાં કામ કરતાં સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેર: કારખાનામાં કામ કરતાં સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા પાસે આવેલ લોનિક સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો જીતેન્દ્રકુમાર સુધીરસિંગ મિલાક જાતે એસ.સી. (ઉમર ૩૯) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપાડતા ૧૦૮ મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.

દેશી દારૂની ભઠ્ઠી

ટંકારા તાલુકાના ઉગમણાનાકા પાસે આવેલ અશ્વિનભાઈ ઉર્ફે ગડો સોલંકીના મકાને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં ૧૦ લિટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૪૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી અશ્વિનભાઈ ઉર્ફે ગડો કરસનભાઈ સોલંકી (૨૯) રહે. ઉગમણાનાકા પાસે ટંકારા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂનો આથો

મોરબી નજીકના સનાળા ગામે તળાવ પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આ માલ મગનભાઈ વાલાભાઈ જખાણીયા રહે. તળાવ પાસે ઝૂંપડામાં સનાળા વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News