રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં દારૂ-બીયરની ચાર રેડ: ચાર શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં દારૂ-બીયરની ચાર રેડ: ચાર શખ્સ પકડાયા, એકની શોધખોળ

મોરબી બી ડિવિઝન વિસ્તાર તથા વાંકાનેર તાલુકા વિસ્તારમાં દારૂની જુદી જુદી ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને દારૂની સાત બોટલો તથા બિયરના ૧૪ ટીમ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ચાર ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીમાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ફન હોટલની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૪૬૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હરદેવભાઇ ઉર્ફે સાગર હરેશભાઈ બારડ જાતે ખવાસ રજપુત (૨૩) રહે. મચ્છુમાંના મંદિર પાસે દરબારગઢ મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના જામસર ચોકડીથી ભિમગુડા તરફ જવાના રસ્તા ઉપર આવેલ એક્સેલ પેપરમીલ સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મુકેશભાઈ મનસુખભાઈ દંતેશ્વરીયા જાતે કોળી (૨૪) રહે જામસર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને દારૂની બોટલો બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા રહે. નાળધ્રિ તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળો આપી ગયો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સોઓરડી મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બીયરના ત્રણ ટીન મળી આવતા પોલીસે ૩૦૦ ની કિંમતના બિયરના જથ્થા સાથે રવિભાઈ રાજુભાઈ રાઠોડ જાતે કોળી (૨૬) રહે. સોઓરડી મસ્જિદ વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર શેરી નં-૪ માં રહેણાંક મકાનમાં બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના ૧૧ ટીન મળી આવતા પોલીસે ૧૧૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી આનંદભાઈ ઉર્ફે લાલાભાઇ દામોદરભાઈ રાયગ્ગલા (ભાટિયા) (૪૩) રહે. યમુના નગર શેરી નં-૪ નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News