મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે વૃદ્ધની વાડીએ કપાસના પાકમાં જેસીબી ફેરવીને નુકસાન કરનારા ચાર સામે ફરિયાદ


SHARE









ટંકારાના સજનપર ગામે વૃદ્ધની વાડીએ કપાસના પાકમાં જેસીબી ફેરવીને નુકસાન કરનારા ચાર સામે ફરિયાદ

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં રંગઅવધૂત નામની વાડીમાં દરવાજા અને સિમેન્ટના પોલ તોડી નાખીને તેમજ કપાસના પાકમાં જેસીબી ફેરવીને નુકસાન કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ ખેડૂતો દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં પાંજરાપોળની બાજુમાં રહેતા પંકજકુમાર દિવેશ્વરભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૬૫) નામના વૃદ્ધે હાલમાં પ્રવીણભાઈ નાથાભાઈ ઘોડાસરા રહે. ક્રિયેશન કન્સલ્ટન્ટ વિશ્વકર્મા કોમ્પલેક્ષ ૧૫૦ ફૂટ રીંગ રોડ રૈયા ચોકડી પાસે રાજકોટ, હસમુખભાઈ વાઘજીભાઈ બોડા રહે. ટંકારા, જયેશભાઈ લાલજીભાઈ પટેલ રહે. સજનપર અને કિશોરભાઈ લવજીભાઈ પટેલ રહે. સજનપર વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સજ્જનપર ગામની સીમમાં સર્વે નંબર ૫૪૯ અને ૭૮૦ પૈકી ૩૧ તેમજ ૮૯૧ પૈકી ૨ ની જમીનમાં તેઓની માલિકીની જમીન આવેલ છે અને તેમાં ૮૯૧ પૈકી ૨ વાળી જમીનમાં રહેલ વાડીનો દરવાજો તથા સિમેન્ટના પોલ તોડી નાખીને નુકસાન કરેલ છે તેમજ ૭૮૦ પૈકી ૩૧ વાળી જમીનમાં કપાસના પાક ઉપર બહારથી જેસીબી બોલાવીને નુકસાન કર્યું હતું જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ ખેડૂત દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે આઇપીસી કલમ ૪૪૭, ૪૨૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

ઝેરી અસર
મોરબીના સનાળા ગામ પાસે આવેલ દિલીપભાઈની વાડીએ રહેતા અશ્વિન શૈલેષભાઈ ભીલ (૨) નામનો બાળક કોઈ કારણોસર મકાઈમાં છાંટવાનો પાવડર ખાઈ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News