મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ગાયનેક વિભાગમાં તા.૨૨ સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી તથા રાહત દરે ઓપરેશન


SHARE









મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ગાયનેક વિભાગમાં તા.૨૨ સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી તથા રાહત દરે ઓપરેશન

મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં તા.૧૬ થી તા.૨૨ સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી તથા મહિલાઓને ડિલિવરી તેમજ અન્ય ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવશે.

અયોધ્યામાં પ્રભુશ્રી રામ મંદિરનું ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે જે દેશ માટે ગૌરવ સમાન છે.ત્યારે દરેક દેશવાસીઓએ આ ગૌરવમાં સહભાગી થવા દેશના યશસ્વી વડાપ્રધાનએ હાકલ કરી‌ છે.જેને અનુલક્ષીને મોરબીની નક્ષત્ર હોસ્પિટલ દ્વારા તા.૧૬-૧ થી તા.૨૨-૧ સુધી મહિલાઓ માટે ગાયનેક વિભાગમાં નિ:શુલ્ક ઓપીડી ચાલુ કરવામાં આવેલ છે.શહેરના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ પાછળ  આવેલ નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે તા.૧૬-૧ થી તા.૨૨-૧ સુધી ગાયનેક વિભાગમાં મહિલાઓ માટે નિ:શુલ્ક ઓપીડી તેમજ નોર્મલ અને સિઝેરીયન ડિલિવરી તેમજ મહિલાઓના અન્ય કોઈ ઓપરેશન પણ રાહત દરે કરી આપવામાં આવશે.દેશવાસીઓ માટે તા.૨૨-૧ દિવાળી પર્વ સમાન હોય દરેક લોકો ખુશીથી આ પર્વ માનવી શકે તેવા હેતુંથી મોરબીની નક્ષત્ર હોસ્પિટલ પરિવાર દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા રજૂ કરવામાં આવી છે.જેનો મહિલાઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.વધુ માહિતી માટે (૦૨૮૨૨) ૨૨૨૨૨૨ અથવા ૭૫૦૨૦ ૬૨૨૨૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News