મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બાઇકને આઇસર ટ્રકના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર પાસે બાઇકને આઇસર ટ્રકના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ બાપાસીતારામની મઢૂલી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનના બાઈકને આઇસર ટ્રકના ચાલકે હડફેટ હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને મોઢા તથા બંને પગના ઢીંચણના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જનાર આઇસર ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાયન્સનગરમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા યુનુશા કરીમશા શાહમદાર જાતે મુસ્લિમ (૪૨)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર ટ્રક નંબર જીજે ૩૬ ટી ૯૭૩૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામથી આગળ બાપાસીતારામની મઢુલીના ગેટ પાસેથી મોરબીમાં જેલની પાછળના ભાગમાં આવેલ સિલ્વર પાર્કમાં રહેતો ફરિયાદોનો ભાઈ ઇકબાલશા કરીમશા શાહમદાર જાતે મુસ્લિમ (૩૬) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એએચ ૪૭૦૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના ભાઈને મોઢા તથા બંને પગના ઢીચણના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ બાદ આઇસર ટ્રકનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ તેનો ભાઈ ઘરેથી જમીને કારખાના તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા તેનું મોત નીપજયું છે અને અકસ્માતના આ બનાવના લીધે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે






Latest News