મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કતલખાને લઈએ જવાતા ૯ પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા: બે શખ્સની ધરપકડ


SHARE









મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કતલખાને લઈએ જવાતા ૯ પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા: બે શખ્સની ધરપકડ

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ ગાડીને રોકીને ગૌ રક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં તેને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી નાના-મોટા ૯ પાડા મળી આવ્યા હતા જેથી બે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગૌરક્ષકોની ટીમને મળેલ બાતમી આધારે પોલીસને સાથે રાખીને મોરબીની રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે મળેલ હકીકત મુજબની બોલેરો ગાડી નંબર જીજે ૩ બીડબલ્યુ ૨૪૦૫ પસાર થતા તેને રોકીને પોલીસની હાજરીમાં કમલેશભાઇ બોરીચા સહિતના ગૌરક્ષકો દ્વારા વાહનને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તે બોલેરો ગાડીના ઠાઠાના ભાગે નાના-મોટા ૯ પાડાને બાંધીને કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું અને વાહનમાં પાણી કે ઘાસચારાની કોઈ પણ વ્યવસ્થા રાખવામાં આવેલ ન હતી જેથી કરીને લઈ કતલખાને લઈ જવામાં આવતા અબોલ જીવને બચાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચેતન ચંદ્રકાંતભાઈ પાટડીયા જાતે સોની (૨૮) રહે. સોની બજાર વેરાઇ શેરી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પશુપ્રત્યે ઘાતકીપણા  એક્ટ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (ડી) (એચ) મુજબ ગુનો નોંધીને આરોપી મકસુદ સિકંદર બેલીમ જાતે ખાટકી (૩૩) રહે. સદર બજાર ખાટકીવાડ ઠક્કરબાપા છાત્રાલય સામે રાજકોટ અને ઈકબાલ ઈસ્માઈલભાઈ તરકબાર જાતે ખાટકી (૪૦) રહે ખાટકીવાડ હુસેનભાઇ હાજીભાઈના મકાનમાં રાજકોટ વાળાની સામે ગુનો નોંધીને આ બંને શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે




Latest News