મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીના જેતપર ગામે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમજ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ચમરીયાભાઈ રૂપસિંહભાઇ ચૌહાણ (૬૨) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને નરભેરામભાઈ રણછોડભાઈ જાકાસણીયા તેને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે તેની પાસેથી મળતી માહિતી મુજબ વૃદ્ધે બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનોએ જણાવ્યુ છે જેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

હાર્ટ એટેકથી મોત

મૂળ રાજસ્થાનના બિયાવર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયા પાસે આવેલ મહાદેવ હોટલ ખાતે રહેતા બળવંતસિંગ સરદારસિંગ ચૌહાણ જાતે રાજપુત (૪૫) ને છાતીમાં દુખાવો થતાં હૃદય રોગનો હુમલો આવી જવાથી તેનો મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની બબુસિંગ સરદારસિંગ ચૌહાણ જાતે રાજપૂત (૩૬) રહે. એકતા હોટલ સામખીયાળી તાલુકો ભચાઉ મૂળ રહે. રાજસ્થાન વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News