મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૨ દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ તાત્કાલિક કરવી આપતા ડીડીઓ


SHARE











મોરબી જિલ્લાના ૨૨ દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ તાત્કાલિક કરવી આપતા ડીડીઓ

મોરબી જિલ્લાના ડીડીઓ દિગ્વિજયસિંહ. ડી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી જીલ્લાનાં દિવ્યાંગ બાળકોને દીવ્યાંગતા પ્રમાણપત્ર આપવા માટે તા. ૧૫ અને ૧૬ નાં રોજ સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવા સાથે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાનાં કુલ-૩૦ સાંભળવામાં તકલીફ હોય તેવા દિવ્યાંગ બાળકોનાં દિવ્યાંગતા પ્રમાણપત્ર UDID કાર્ડ આપવા માટે ઓડીયોગ્રામ રિપોર્ટ કરાવવાનું આવશ્યક હતું જેના અનુસંધાને તા ૨૩ નાં રોજ રાજકોટ અને જામનગર મેડીકલ કોલેજ ખાતે કુલ બે ટીમ અને બે બસનાં રૂટ બનાવીને મોકલવામાં આવેલ હતા આ બંને રૂટમાં દિવ્યાંગ બાળકોનાં માતા પિતા પણ સાથે બેસીને રાજકોટ અને જામનગર ખાતે જઈ શકે તે માટે બસ તેમજ જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી હતી આ પ્રયત્નો થકી કુલ-૨૨ દિવ્યાંગ બાળકોનાં ઓડીયોગ્રામ રિપોર્ટ સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા આવ્યા છે






Latest News