મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે આવેલ શિવ પાર્કમાં ઘર પાસેથી બાઈકની ચોરી


SHARE









મોરબીના પીપળી પાસે આવેલ શિવ પાર્કમાં ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબી નજીકના પીપળી ગામની સીમમાં આવેલ શિવ પાર્કમાં યુવાને પોતાના ઘર પાસે બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શિવ પાર્ક-૨ શેરી નં-૧ માં રહેતા કિશોરભાઈ કાનજીભાઈ ખરા જાતે અનુ. જાતી (૨૯) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, શિવ પાર્કમાં તેઓએ પોતાના ઘર પાસે તેનો બાઇક નંબર જીજે ૩૬ કે ૫૩૪૮ કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઇમરાનભાઈ ગુલામભાઈ સામતાણી જાતે મિયાણા (૨૦) રહે. મિલ પ્લોટ નંબર-૩ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૮૦ ની રોકડ સાથે તેની ઝડપી લીધો હતો આવી જ રીતે વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ કેશલ્યા જાતે રજપૂત (૩૩) રહે. દેલવાડીય   સાહેબના દવાખાના પાછળ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૩૦૦ ની રોકડ કબજે કરી ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News