મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે સીસીટીવી કેમેરા-બોર્ડમાં ધોકા મારીને કર્યું નુકશાન: ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં સ્કાય મોલ પાસે સીસીટીવી કેમેરા-બોર્ડમાં ધોકા મારીને કર્યું નુકશાન: ત્રણ સામે ગુનો નોંધાયો

મોરબીના સનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલ ઓફિસે સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ છે જે સીસીટીવી કેમેરા તેમજ ઓફિસના બોર્ડને લાકડાનો ધોકા મારીને તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૨૦ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોવા અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે મોટી કેનાલ મેઇન રોડ યદુનંદન-૧ ખાતે રહેતા જીવણભાઈ ખીમાભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા (૫૭) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયેશ રબારી રહે. રબારીવાસ મોરબી અને રાજ રાજુ સિક્યુરિટી તેમજ વાલ્વા ધર્મેશ રહે. બંને સ્કાય મોલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યું છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની બાજુમાં તેની ઓફિસ આવેલ છે ત્યાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે અને આ આરોપીઓએ લાકડાના ધોકા વડે સીસીટીવી કેમેરા, ઓફિસના બોર્ડ અને ખુરશીમાં તોડફોડ કરેલ છે જેથી કરીને ૨૦ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાની ભોગ બનેલા વૃદ્ધ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News