મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડીએ બાઈક સાથે બાઇક અથડાતા ત્રણને ઇજા, યુવાન રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીની પંચાસર ચોકડીએ બાઈક સાથે બાઇક અથડાતા ત્રણને ઇજા, યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઈક સાથે બાઈકની અથડામણ થતાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી જે પૈકીના એક યુવાનને રાજકોટ ખસેડાયો હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી પાસે બાઈક સાથે બાઈક અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવમાં યુવરાજ મનહરલાલ ગઢીયા (ઉંમર ૩૦) રહે.ભાવપર તેમજ સામેના બાઈકમાં રહેલ કાજલબેન મેઘજીભાઈ ડાભી (ઉમર ૧૫) અને મેઘજીભાઈ લાલજીભાઈ ડાભી (ઉમર ૪૦) રહે.બંને વાવડી રોડ મોરબી વાળાઓને ઇજા થતા પ્રથમ ત્રણેયને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ગત તા.૧૮-૧ ના સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં સર્જાયેલ ઉપરોક્ત અકસ્માત બનાવમાં ગંભીરપણે ઘવાયેલ હાલતમાં યુવરાજ ગઢીયાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

હળવદના માથક ગામે ઘરમાંથી નવ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ

હળવદ તાલુકાના માથક ગામે રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નવ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જોકે આરોપી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા રાજુભાઈ રણછોડભાઈ સદાણીયા જાતે કોળીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરતા રાજુભાઈના ઘરમાંથી દારૂની નવ બોટલો મળી આવતા પોલીસે ૨૭૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જોકે આરોપી રાજુભાઈ રણછોડભાઈ સદાણીયા જાતે કોળી રહે.માથક તાલુકો હળવદ વાળો ઘરે હાજર ન હોવાથી પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News