મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના યંગ સાઇન્ટીસ્ટ મકવાણા ગૌતમભાઈને સન્માનીત કરવામાં આવ્યા


SHARE













મોરબી જિલ્લાના યંગ સાઇન્ટીસ્ટ મકવાણા ગૌતમભાઈને સન્માનીત કરવામાં આવ્યા

વર્ષ ૨૦૨૨-૨૩ માં વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રે રિસર્ચ પર ખૂબ સારું કાર્ય કરેલ છે. તે માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ રિસર્ચ જર્નલ દ્વારા, મોરબી જિલ્લાના યંગ સાઇન્ટીસ્ટ ગણવામાં આવતા મકવાણા ગૌતમભાઈ નીતિનભાઈને ઇન્ટરનેશનલ કક્ષાએ young Aspirant award દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જે હાલમાં સાર્થક વિદ્યામંદિરમાં ગણિત-વિજ્ઞાન શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે.

જયારે ગત તા.૧૭ ના રોજ મહેતા વિદ્યામંદિર ટીકર રણ પ્રાથમિક શાળામાં 'આર્યભટ્ટ ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી દિપેનભાઈ ભટ્ટ દ્વારાં જ્ઞાન સાથે ગમ્મત, 3D પ્રીન્ટીંગ તથા ગમ્મત સાથે વિજ્ઞાન  તથા જુદા જુદા વિજ્ઞાનનાં પ્રયોગો પિરસ્યા હતા. આ ઉપરાંત રાત્રે અધતન ટેલિસ્કોપથી આકાશ દર્શનનો કાર્યક્રમ ગોઠવેલ હતો જેમાં વિધાર્થીઓ તથા વાલીઓએ ભાગ લીધેલ હતો અને  આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીનાં દિપેનભાઈ ભટ્ટનાં શ્રેષ્ઠ આયોજન તથા આ સ્કૂલનાં આચાર્ય અને શિક્ષક મિત્રોની પુર્ણ સહકારથી કાર્યક્રમ સફળ થયો હતો તેવું આ સંસ્થાના એલ.એમ. ભટ્ટએ જણાવ્યુ છે.






Latest News