મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

તસ્કરોનો તરખાટ: હળવદની મહર્ષિ ટાઉનશીપમાં ઘરમાંથી સવા છ તોલાના દાગીનાની ચોરી


SHARE









તસ્કરોનો તરખાટ: હળવદની મહર્ષિ ટાઉનશીપમાં ઘરમાંથી સવા છ તોલાના દાગીનાની ચોરી

હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ટાઉનશીપમાં રહેતા યુવાનના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના દરવાજાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને યુવાનના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને ઘરમાંથી ૧,૩૭,૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ મહર્ષિ ટાઉનશીપના ગેટ નંબર-૧ પાસે રહેતા ભગવાનભાઈ લાલજીભાઈ ગોહિલ જાતે રબારી (૩૮)એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૩/૧ ના સાંજના ચારેક વાગ્યાથી તા  ૧૫/૧ ના સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેના મકાનનું તાળું તોડવામાં આવ્યું હતું અને ઘરમાં પ્રવેશ કરીને કબાટની અંદર નાના ખાનાના લોકને તોડીને ત્યાં રાખેલ ત્રણ તોલાનો સોનાનો એક ચેન, સોનાની કુલ મળીને ત્રણ વિટી જેનો વજન આશરે પોણા ત્રણ તોલા તથા સોનાનું વડ આકારનું “વાળુ વડવાળા” લખેલ પેન્ડલ જેનો વજન અડધા તોલા આમ કુલ મળીને ૧,૩૭,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ચોરીની ફરિયાદ આધારે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એચ. અંબારિયા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા સંજયભાઈ કેશાભાઈ સુરેલા જાતે કોળી (૨૮) રહે પંચમુખી ઢોરા વિસ્તાર હળવદ વાળો મળી આવતા પોલીસે ૩૯૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News