મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

નમો નવ મતદાતા સંમેલન: મોરબી જીલ્લામાં પાંચ સ્થળે સાંસદ-ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમો યોજાયા


SHARE













નમો નવ મતદાતા સંમેલન: મોરબી જીલ્લામાં પાંચ સ્થળે સાંસદ-ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમો યોજાયા

દેશના યુવા મતદારો સાથે એક જ દિવસમાં એક સાથે ૫૦૦૦ જગ્યા ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લાઈવ સ્ક્રીનના માધ્યમથી જોડાયા હતા અને ખાસ કરીને નમો નવ મતદાતા સંમેલન જુદા જુદા સ્થળો ઉપર યોજાયા હતા ત્યારે મોરબી જિલ્લામાં પણ મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પાંચ જુદી જુદી જગ્યા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં કુલ મળીને અંદાજે ૫૨૦૦ જેટલા યુવા મતદારો જોડાયા હતા અને જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર જે કાર્યક્રમ યોજાયા તેમાં ટંકારા પડધરી વિધાનસભા બેઠકનો કાર્યક્રમ હડમતીયા ગામ પાસે આવેલ એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા, દર્શિતભાઈ કાવર, હસુભાઈ દુબરીયા, ધર્મરાજસિંહ ઝાલા અને સંસ્થાના સંચાલક શૈલેષભાઈ કલોલા સહિતના હાજર રહ્યા હતા

તેવી જ રીતે મોરબી માળિયા વિધાનસભા બેઠકનો કાર્યક્રમ નવયુગ સંકુલ ખાતે યોજાયો હતો જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશિપભાઇ કૈલા તથા મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઇ કડિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત ભરતનગર પાસે આવેલ આર્યવર્તક કોલેજ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો તેવી જ રીતે હળવદમાં માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના માજી મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના આગેવાનો અને યુવા મતદારો હાજર રહ્યા હતા તથા વાંકાનેર વિધાનસભા બેઠકમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા હતા અને યુવા મતદારો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયાએ માહિતી આપતા જણાવેલ છે






Latest News