મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE









ટંકારા તાલુકાનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દરેક સત્રમાં સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક યોગદાન આપેલ શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવે છે.

જે અંતર્ગત ટંકારા તાલુકાના કુલ છ ક્લસ્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને હરબટિયાળી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ટંકારા તાલુકા કક્ષાના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન મામલતદાર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ તકે પ્રતિભાશાળી શિક્ષકો એવા સીણોજીયા નિલેશભાઈ (હડમતીયા કન્યા શાળા), પરમાર કલ્પેશભાઈ (ભૂતકોટડા પ્રા.શાળા), રાણવા મહેશભાઈ (નેસડા(ખા.) પ્રા.શાળા), અઘારા કાજલબેન (નેકનામ કુ.તા.શાળા), સોલંકી માધુરીબેન (ઓટાળા પ્રા.શાળા) અને ઘેટિયા હિતેશભાઈ (ટંકારા કુમાર શાળા) ને સન્માનીત કરાયા હતા.




Latest News