મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો


SHARE









મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો 

૨૬મી જાન્યુઆરીના દિવસે અમૃતકાળના ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબીમાં સર્વાધિક કેમ્પસ ધરાવતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કેમ્પસ પર ધ્વજવંદન કરી મા ભારતીના ચરણોમાં શિશ નમાવ્યું હતું. ત્યારે નવયુગ વિદ્યાલય ખાતે આરએસએસ લાલબાગ ઉપનગર કાર્યવાહ રાજેશભાઇ વિરમગામા દ્વારા ધ્વજ વંદન સાથે દેશભક્તિ, સમાજસેવા અને ભવ્ય રામમંદિરની પ્રેરણાદાયી વાત કરવામાં આવી હતી તેમજ નવયુગ સંકુલ ખાતે કિશાન સંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ જીલેશભાઇ કાલરીયા દ્વારા ધ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું તો નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલ ખાતે વર્ગ -૪ ના કર્મચારીઓના હસ્તે ધ્વજ વંદન તથા સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ દરેકને દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન આરએસએસ દ્વારા ચાલતી પ્રવૃતિઓમાં જોડાવા આહવાન કર્યું હતું ભારત આજે દુનિયામાં શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યો છે તેમાં દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ આરએસએસની વિચારધારાનો સિંહ ફાળો છે આ તકે NCCની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સએ પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. આ સાથે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દેશભકિતથી ભરપુર પોતાના વિચારો રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમોમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજીંગ ટ્રસ્ટી બી.એસ. સરસાવાડીયા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વિભાગના પ્રિન્સિપાલઓ, શિક્ષકો, અધ્યાપકો, વ્યાયામ શિક્ષકો, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News