મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે આધેડે ગાળો આપવાની ના કહેતા લાફા ઝીકિને ધોકા માર્યા: મારી નાખવાની ધમકી


SHARE









ટંકારાના બંગાવડી ગામે આધેડે ગાળો આપવાની ના કહેતા લાફા ઝીકિને ધોકા માર્યા: મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના બંગાવડી ગામે પાડોશમાં રહેતા શખ્સ દ્વારા યુવતીના પિતાને ગાળો દેવામાં આવતી હતી જેથી ગાળો દેવાની ના પાડતા મહિલા સહિત કુલ ચાર વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી, ઝઘડો કરીને યુવતીના પિતાને ત્રણ ઝાપટો મારી હતી તથા લાકડાના ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ વ્યક્તિના દીકરી દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા ઉર્વશીબા સિધ્ધરાજસિંહ જાડેજા જાતે દરબાર (૨૧)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ગીતાબેન મહેન્દ્રસિંહ જાડેજા, રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. બધા બંગાવડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી કુલદીપસિંહ તેઓના ઘરની બાજુમાં જ રહે છે અને તેના પિતાને ગાળો આપીને હેરાન પરેશાન કરતા હતા જેથી તેના પિતાએ ગાળો આપવાની ના પાડતા ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપીને ફરિયાદીના પિતા સાથે બોલાચાલી કરી હતી તેમજ રાજદીપસિંહે ફરિયાદીના પિતાને ત્રણ ઝાપટો મારી હતી અને જયદીપસિંહે ફરિયાદીના પિતાને લાકડાના ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વ્યક્તિની દીકરીએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે




Latest News