મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા નજીક અજાણી કારના ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત


SHARE









ટંકારાના સરાયા નજીક અજાણી કારના ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર સરાયા અને ઓટાળા વચ્ચે અજાણી કાળા કલરની કારના ચાલકે પગપાળા જઈ રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનની પત્નીએ અજાણી કાળા કલરની ફોર વ્હીલ કારના ચાલક સામે ગુનો નોંધાવ્યો છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સરાયા ગામે દિવ્યેશભાઈ ઢેઢીની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શર્મિલાબેન રમેશભાઈ વસુનીયા જાતે અનુ. જાતી (૪૫)એ હાલમાં અજાણી કાળા કલરની ફોર વ્હીલ કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૯/૧/૨૪ ના સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં તેઓના પતિ રમેશભાઈ છગનભાઈ વસુનીયા (૪૫) રોડ સાઈડમાં ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લેતા તેને કપાળના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસે અજાણી કાળા કલરની ફોર વ્હીલ કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઈ.ટી. જામ ચલાવી રહ્યા છે




Latest News