મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા રોડેથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ


SHARE







માળીયા (મી)ના કાજરડા રોડેથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના કાજરડા રોડ ઉપર આવેલા રલી વાંઢ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી લાયસન્સ કે હથિયાર પરવાના વગર દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરી તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્થાનિક પોલીસને મળેલી હકીકત આધારે માળિયા મીયાણાના કાજરડા રોડ ઉપર રલી વાંઢ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો જુનો કાટવાળો તમંચો મળી આવતા પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર તેની પાસેથી કબજે કર્યું હતું અને આરોપી સલીમ સુભાનભાઇ કટિયા જાતે મિયાણા (૩૦) રહે. માળીયા મીયાણા નેશનલ હાઈવે રોડ વિશાલા હોટલની પાછળ માળિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેની આર્મ્સ એક્ટની કલમ રપ(૧-બી), એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં આવેલ ગોકુળ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને નિલેશભાઈ મનસુખભાઈ વાડોલીયા જાતે પ્રજાપતિ (૩૦) રહે. બેલા રંગપર શીવાભાઈ રબારીના મકાનમાં મૂળ રહે. જ્યોતિ પાર્ક અનિ હોટલની સામે ધ્રોલ વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News