મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની મધુપુર ગામે આવેલા મંદિરે સાધારણ સભા યોજાઈ


SHARE













મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની મધુપુર ગામે આવેલા મંદિરે સાધારણ સભા યોજાઈ

મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાની તાજેતરમાં મોરબી તાલુકાનાં મધુપુર ગામે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાધારણ સભાની બેઠક મળી હતી જેમાં રાજપુત કરણી સેનાના તાલુકા પ્રમુખો, જીલ્લા પ્રભારી તેમજ શહેર અને જીલ્લા પ્રમુખો સહિતના યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાની કારોબારી સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં સંગઠનના સંચાલનની જવાબદારી કારોબારી સભ્યોને આપવામાં આવેલ છે તેમજ કારોબારીની મિટિંગ મહીનાના છેલ્લા રવિવારે મળશે અને જીલ્લાની સામાન્ય સભા દર ત્રણ મહિને અલગ-અલગ તાલુકામાં મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ખાસ કરીને સમાજના વિદ્યાર્થીઓ, આર્થિક રીતે નબળા લોકો, રાજપુત સમાજના વિધવા બહેનોને સહાય અને તેમના બાળકોને શિક્ષણ માટે પુસ્તકો આપવા જેવા સમાજ ઉપયોગી કાર્યો માટે ભંડોળ ઉભું કરવાનું આયોજન આ મિટીંગમાં કરવામાં આવ્યું હતું. આ તકે દીગુભા ઝાલા (જીલ્લા પ્રભારી), જયદેવસિંહ ઝાલા (મોરબી જીલ્લા પ્રમુખ) તેમજ વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News