મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાંથી દારૂ-બીયર ભરેલ ટ્રક સાથે બેની ધરપકડ, ૫.૫૭ લાખનો મુદામાલ કબજે


SHARE









મોરબી નજીક સિરામિક કારખાનામાંથી દારૂ-બીયર ભરેલ ટ્રક સાથે બેની ધરપકડ, ૫.૫૭ લાખનો મુદામાલ કબજે

મોરબી હળવદ હાઇવે રોડે આવેલ ઉંચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં રાજસ્થાનથી ટ્રક આવેલ હતો તેમાં દારૂ અને બીયરનો જથ્થો હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે કારખાનના પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાં માટીની આડમાં દારૂ અને બીયર લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂ, બીયર અને ટ્રક મળીને ૫.૫૭ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને પ્રાથમિક તપાસમાં આ માલ જામનગર લઈ જવાનો હતો તેવું સામે આવ્યું છે હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમના સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગસીયા દારૂ અને બિયરની હેરફેરીની બાતમી મળી હતી જેના આધારે એસલિબીની ટિમ વોચમાં હતી અને મોરબી-હળવદ રોડ ઉપર ઉચીમાંડલ ગામ પાસે આવેલ મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં પડેલા ટ્રકમાં દારૂ હોવાની બાતમી હતી જેથી કરીને પોલીસે ટાટા ટ્રક નંબર જીજે ૧૦ ઝેડ ૮૦૯૯ ને ચેક કર્યો હતો ત્યારે તેમાં માટીની આડમાં રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો અને આ માલ જામનગર લઇ જવાનો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

હાલમાં પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાંથી આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા રહે. મુંગણી તાલુકો જામનગર અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ રહે. રાભડા ચોરા વિસ્તાર તાલુકો લાઠી વાળાની ધરપકડ કરેલ છે અને તેના હવાલા વાળા ટ્રકમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૫૨ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ, બીયર તેમજ ટ્રક અને માટી મળીને પોલીસે કુલ ૫,૫૭,૭૫૦ નો મુદામાલ કબજે કરેલ છે આ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તાલુકો જામનગર અને પ્રભુજી રહે. રાજસ્થાન વાળાના નામા સામે આવેલ છે જેથી કરીને પોલીસે હાલમાં ચારેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ, પીએસઆઇ એન.એચ. ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ તેમજ ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે




Latest News