મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ: ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ: ગુનો નોંધાયો

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કમાં હાલમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ જામનગર રામેશ્વર સિવિલ હોસ્પિટલની બાજુમાં રહેતા તેના પતિ સહિતના સાસરીયાઓની સામે મારકૂટ કરતા હોવાની તેમજ માવતરના ઘરેથી ધંધો કરવા માટે પૈસા લાવવા તેના ઉપર દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ ગુનો નોંધીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્ક ખાતે રહેતા અતુલભાઈ ભટ્ટના ત્યાં માવતરે હાલમાં રહેતા એકતાબેન (૨૩) એ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ જેમનભાઈ રાજેશભાઈ મકવાણા અને સાસુ કૈલાસબેન રાજેશભાઈ મકવાણા રહે. બંને હાલ રામેશ્વર સિવિલ હોસ્પિટલ જામનગર તથા જયદીપભાઇ હરદાસભાઇ ગાગીયા રહે. જી.જી. હોસ્પિટલ પાછળ જામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના પતિ તથા સાસુ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશન કરીને મારકૂટ કરવામાં આવતી હતી અને માવતરના ઘરેથી ધંધો કરવા માટે તેને પૈસા લાવવા માટે દબાણ કરતા હતા અને મારપીટ કરતા હતા તેમજ જયદીપભાઇ અવારનવાર તેના પતિને ખોટી ચડામણ કરતા હતા જેથી તેને શારીરિક માનસિક આપવામાં આવતો હતો માટે હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામે બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગારના આંકડા લેતા મોહનભાઈ અરજણભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૫૩) રહે. નજરબાગની સામે બૌદ્ધનગર મફતિયાપરા મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૪૦ ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા સદ્દામભાઈ અનવરભાઈ બુખારી જાતે સૈયદ (૨૯) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૫૦ ની રોકડ કબજે કરી હતી આ જ વિસ્તારમાં જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યા વરલી જુગારના આંકડા લેતા ગોપાલભાઈ ઉર્ફે બાબાભાઈ પ્રાગજીભાઈ સોલંકી જાતે ખવાસ સોલંકી (૫૭) રહે. શ્રીજી પાર્ક-૨ વાવડી રોડ મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૫૪૦ ની રોકડ કબજે કરી હતી




Latest News