મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા રોડે કારખાનામાંથી ૧.૯૪ લાખ ભરેલ લોકરની ચોરી


SHARE









વાંકાનેરના કોઠારીયા રોડે કારખાનામાંથી ૧.૯૪ લાખ ભરેલ લોકરની ચોરી

વાંકાનેર તાલુકાના કોઠારીયા રોડ ઉપર આવેલ વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડક્ટ નામના કારખાનાને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં કારખાનાની દિવાલ કૂદીને અંદર આવેલા શખ્સે ઓફિસની બારીના સળિયા કાપી નાખ્યા હતા અને ઓફિસમાંથી ૧.૯૧ લાખ ભરેલ લોકરની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના શક્તિ પ્લોટ શેરી નં-૯ ખાતે રહેતા કૌશલભાઈ રમણીકભાઈ જયસ્વાલ જાતે હિન્દુ કલાલ (૪૪)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના કોઠારીયા રોડ ઉપર આવેલ વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડક્ટ નામના તેના કારખાનામાં ગત તા. ૨૮/૧/૨૪ ના રાત્રિના આશરે બે થી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ કારખાનાની દિવાલ કૂદી અંદર આવ્યો હતો અને ઓફિસની બારીના સળિયાને કાપી નાખ્યો હતો અને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો ત્યાંથી ૧.૯૪ લાખ ભરેલ લોકરની ચોરી કરીને છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં સિસ્ટર બંગલા પાસે રહેતા રફીકભાઈ કટીયાની આઠ વર્ષની દીકરી સાનિયા ઘર પાસે સાયકલ લઈને રમતી હતી ત્યારે અકસ્માતે સાઇકલ ઉપરથી તે નીચે પટકાતા તેને જમણા પગે ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રાકેશ રામસર પટેલ (૪૦) નામના યુવાનને રાત્રે ૧૧:૩૦  વાગ્યાના અરસામાં મકનસર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી અને માથામાં ઇજા થઈ હોવાથી રાકેશને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.એ.મ ઝાપડિયા ચલાવી રહ્યા છે




Latest News