મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી : બાઈક આંખલા સાથે અથડાતા ઈજા પામેલ યુવાન સારવારમાં


SHARE









મોરબી : બાઈક આંખલા સાથે અથડાતા ઈજા પામેલ યુવાન સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો તે સમયે બાઇક આખલા સાથે અથડાતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

આ અકસ્માત બવાન બાબતે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદના રાણેકપર ગામે સાનિધ્ય બંગલો પાછળ આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો હિતેશ ઘેલાભાઈ ગોલતર નામનો ૩૦ વર્ષનો યુવાન કામ સબબ બાઈક લઈને જઈ રહ્યો હતો અને તે ચરાડવા-હળવદ રોડ ઉપરથી જતો હતો ત્યારે ચરાડવા ગામ નજીક તેના બાઈક સાથે આંખલો અથડાતા ઇજાગ્રસ્ત હાલતમાં હિતેશ ગોલતરને પ્રથમ ચરાડવા ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને જ્યાં પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

મારામારીમાં ઈજા થતા આધેડ સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા પીતાંબરભાઈ નાગરભાઈ મકવાણા નામના ૫૫ વર્ષના આધેડને તેઓના ઘરે ગત તા.૨૪ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં તેઓના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં તેમના પુત્ર કાળુભાઈ તેમના પિતા પીતાંબરભાઈને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરાઈ હતી.

યુવાન સારવારમાં

રાજકોટના જસદણ તાલુકાના લાખાવદર ગામે રહેતા વિશાલ ભુપતભાઈ ડાંગર નામના ૨૪ વર્ષના યુવાનને આટકોટ-રાજકોટ રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં ગાયે પાટુ મારતા બાઈક સહિત નીચે પટકાઈ જવાથી વિશાલ ડાંગરને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને આ અંગે જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે પ્રાથમિક તપાસ કરી હતી.

બાળક સારવારમાં

માળિયા મિંયાણાના ભોળીપાઠ વિસ્તારમાં રહેતા સુભાનભાઈ સંઘવાણીનો ૧૪ વર્ષનો પુત્ર અમીન  પોતાના પિતાના બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો હતો તે સમયે ગામ નજીક તે બાઇકમાંથી નીચે પડી ગયો હોવાથી તેને ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈએ પ્રાથમિક તપાસ કરી હતી અને માળિયા પોલીસમાં જાણ કરી હતી.




Latest News