ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અનુ. જાતિના લગ્ન માટે કલ્યાણકારી યોજના


SHARE













મોરબી જિલ્લામાં અનુ. જાતિના લગ્ન માટે કલ્યાણકારી યોજના

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલીત કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનામાં મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના પરિવારની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાના  હેતુથી લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે ૧૨,૦૦૦/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર માટે બંન્ને માટે ૬,૦૦,૦૦૦/‌- રાખવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે), સ્વ-ઘોષણા (Self-Declaration), જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે.






Latest News