મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજય સરકારની તમામ કચેરીઓમાંથી રદી પસ્તી ઉપાડવાનો ઇજારો આપવા કવાયત


SHARE







મોરબી જીલ્લામાં રાજય સરકારની તમામ કચેરીઓમાંથી રદી પસ્તી ઉપાડવાનો ઇજારો આપવા કવાયત

જિલ્લાની રાજય સરકારની તમામ કચેરીઓ માટે રદી પસ્તી ઉપાડવાનો તા.૦૧/૦૨/૨૦૨૪ થી તા.૩૧/૦૩/૨૦૨૫ ઈજારો આપવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને મોરબી જિલ્લામાં ઈચ્છુક વ્યકિત/સંસ્થાઓએ તા.૧૦/૨ સુધીમાં કલેકટર કચેરીની રેકર્ડ શાખામાંથી કોરા ટેન્ડ૨ ફોર્મ મેળવી લેવાના રહેશે

મોરબી જિલ્લાની રાજય સરકારની તમામ કચેરીઓમાંથી તા.૦૧/૦૨/૨૦૨૪ થી તા.૩૧/૦૩/૨૦૨૫ ના પુરા થતા સમય સુધીનો વર્ગ "અ", "બ", "ક" ની રદી પસ્તી ઉપાડવાનો ઈજારો આપવાનો છે. રસ ધરાવતા વ્યકિત/સંસ્થાઓએ ટેન્ડર ફોર્મ મેળવવા માટે રૂા.૧૦૦/- (અંકે રૂપીયા એકસો પુરા) (જે પરત મળવાપાત્ર નથી.) "૦૦૭૫" પરચુરણ સામાન્ય સેવા" ના સદરે સરકારી તિજોરીમાં જમા કરાવી અસલ ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કરી ટેન્ડર નોટીશ બહાર પાડયાની તારીખથી તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ બપોરના ૧૨-૦૦ કલાક સુધીમાં કલેકટર કચેરીની રેકર્ડ શાખામાંથી કોરા ટેન્ડ૨ ફોર્મ મેળવી લેવાના રહેશે.

ટેન્ડર ફોર્મ સાથે દરેક વર્ગ માટે અનામતની રકમ રૂા. ૧૦૦૦/- એમ કુલ ત્રણ વર્ગ માટે રૂા.૩૦૦૦/- (અંકે રૂપીયા ત્રણ હજાર પુરા) વર્ગવાર "૮૪૪૩ સીવીલ ડીપોઝીટ" રેવન્યુ સદરે "કલેકટર મોરબી" ના નામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, મોરબીમાં ડ્રાફટથી જમા કરાવી તેનું અસલ ડ્રાફટ સાથેના ટેન્ડર તા.૧૫/૦૨/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. ટેન્ડર ફોર્મ તા.૨૩/૦૨/૨૦૨૪ ના રોજ કલાકે કલેકટર કચેરી, મોરબી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી રૂબરૂ ખોલવામાં આવશે. ટેન્ડર ફોર્મ ખોલતી વખતે ભાવપત્રક બાબત કોઈપણ જાતની કે કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક દરમિયાનગીરી સ્વીકારવામાં આવશે નહિ. ટેન્ડર ફોર્મ મંજુર કે નામંજુર કરવાનો અબાધિત હકક કલેકટરશ્રી, મોરબીનો રહેશે. વધુ વિગત માટે નિવાસી અધિક કલેકટરની કચેરી મોરબીનો સંપર્ક કરવા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.






Latest News