મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક ફેકટરીના પાર્કિંગમાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબી નજીક સિરામિક ફેકટરીના પાર્કિંગમાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબી હળવદ હાઇવે રોડે આવેલ ઉંચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં રાજસ્થાનથી ટ્રક આવ્યો હતો જેને ચેક કરવામાં આવ્યો ત્યારે તે ટ્રકમાં માટીની આડમાં દારૂ અને બીયર લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂ, બીયર અને ટ્રક મળીને ૫.૫૭ લાખનો મુદામાલ કબજે કરેલ હતી અને જે બે શખ્સને પકડવામાં આવ્યા હતા તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી-હળવદ રોડ ઉપર ઉચીમાંડલ ગામ પાસે આવેલ મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં પડેલા ટ્રકમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ટાટા ટ્રક નંબર જીજે ૧૦ ઝેડ ૮૦૯૯ ને ચેક કર્યો હતો ત્યારે તેમાં માટીની આડમાં રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ ની ધરપકડ કરેલ હતી અને ટ્રકમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૫૨ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ, બીયર તેમજ ટ્રક અને માટી મળીને પોલીસે કુલ ૫,૫૭,૭૫૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આ શખ્સો પાસેથી મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તાલુકો જામનગર અને પ્રભુજી રહે. રાજસ્થાન વાળાના નામા સામે આવેલ છે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી, પાતાળિયાંને સોપવામાં આવી છે જેથી પકડાયેલા બે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના આગામી તા ૧/૨ સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News