ગાવ ચલો અભિયાન: મોરબી જીલ્લામાં ભાજપના પ્રદેશના આગેવાન, ધારાસભ્ય, માજી મંત્રીની હાજરીમાં બેઠક મળી
લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં શેર બજારમાં ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થવાનું કહીને આધેડ સાથે ૩૪.૪૦ લાખની છેતરપિંડી
SHARE
લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં શેર બજારમાં ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થવાનું કહીને આધેડ સાથે ૩૪.૪૦ લાખની છેતરપિંડી
મોરબીમાં રહેતા આધેડને શેર બજારમાં ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેવી લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ શેર બજાર માટે ડિમેટ એકાઉન્ટ ખોલીને તેના આઈડી પાસવર્ડ પણ આપવામાં આવ્યા હતા અને જુદાજુદા સમયે જુદાજુદા ખાતામાં કુલ મળીને ઓનલાઇન અને ગુગલ પે ટ્રાન્જેકશન દ્રારા રૂપીયા ૩૪,૪૦,૧૭૯ મેળવી લીધેલ હતા અને તે પરત ન આપીને આધેડની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નંબર-૧૦ માં આવેલ “ગંજાનન” મકાનમાં રહેતા હીંમાશુભાઇ બળવંતભાઇ પંડ્યા જાતે બ્રાહ્મણ (૫૦)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રીયા શર્મા જેના મોબાઈલ નંબર ૭૨૪૧૧૭૧૯૪૮ તથા ૭૪૭૦૬૦૪૯૪૮, આર.પી. સીંગ જેના મોબાઈલ નંબર ૬૨૬૧૫૫૩૮૦૪, જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ જેના મોબાઈલ નંબર ૯૧૩૭૦૪૬૩૪૪ તથા ૮૮૧૯૮૫૪૨૪૫, ઓમ કશ્યપ જેના મોબાઈલ નંબર ૮૪૫૦૮૧૦૮૩૫ અને અમિતભાઇ અગ્રવાલ જેના મોબાઈલ નંબર ૭૮૮૭૪૧૪૮૯૦ છે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૩/૫/૨૦૨૧ થી ૧૭/૧૦/૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન આરોપી રીયા શર્માએ પોતે નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર છે તેવી ઓળખ આપીને શેર બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેવું કહીને વિશ્વાસમાં લીધા હતા અને આરોપી રીયા શર્માએ જણાવેલ એકાઉન્ટમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલાવીને ૫,૦૦,૦૦૦ ડીપોજીટ પેટે જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ આરોપી આર.પી. સીંગ સાથે ફરિયાદી સંપર્ક કરાવતા તેને ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહી બે અલગ અલગ એકાઉન્ટમાં કટકે કટકે ૫,૨૭,૪૯૯ જમા કરાવ્યા હતા અને તેના ડીમેટ એકાઉન્ટ માટેના યુજર આઇ.ડી. પાસવર્ડ આપેલ હતા. જો કે, લાંબા સમય સુધી ફરીયાદીને તેના રોકાણ કરેલ રૂપીયામાં કોઇ વળતર મળ્યું ન હતું
જેથી તેને આરોપી આર.પી. સીંગએ આગળની કાર્યવાહી કરવા માટે આરોપી જ્ઞાનેન્દ્ર ભારદ્રાજનો સંપર્ક કરવા કહ્યું હતું ત્યારે જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ ફરીયાદીને બ્લોક ડીલ પોગ્રામમાં સારૂ વળતર મળશે તેમ કહી અત્યાર સુધી રોકાણ કરેલ રૂપીયાનુ તમામ વળતર મળી જાશે તેવી લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા અને જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ જણાવેલ અલગ અલગ એકાઉન્ટમાં ૨૩,૨૨,૬૮૦ જેટલી રકમ જમા કરાવેલ હતી અને ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહ્યું હતું અને ફરિયાદીને રૂપીયાની જરૂર પડતા તેને આરોપી જ્ઞાનેન્દ્ર ભારદ્રાજનો સંપર્ક કરતા તેણે ફરીયાદીના બ્લોક ડીલ પોગ્રામ એકાઉન્ટ આઇ.ડી.માં રહેલ રૂપીયા પરત મેળવવા ટેકસની રકમ ભરવા કહ્યું હતુ જેથી કરીને ફરિયાદી ગુગલ પે મારફતે તથા એકાઉન્ટમા રૂપીયા ૮૦,૦૦૦ જમા કરાવેલ હતા તેમ છતા તેના એકાઉન્ટમાં રહેલ રકમ મળેલ ન હતી જેથી જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ એક અકસ્માતનુ બહારનુ કાઢી રૂપીયા ૧૦,૦૦૦ બારકોડ સ્કેનરથી મેળવેલ હતા
આમ ત્રણેય આરોપીઓએ શેર બજારમાં ડબલ રૂપીયા મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લઇ અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપીયા ૩૪,૪૦,૧૭૯ મેળવી લીધા હતા અને ત્યાર બાદ ફરીયાદીએ આરોપી ઓમ કશ્યપ અને અમિતભાઇ અગ્રવાલનો સંપર્ક કરતાં તેઓએ પણ જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ આપેલ જબાવ મુજબ જવાબ આપીને ટેકસની રકમ ભર્યા બાદ જ તમારી બ્લોક ડીલ પોગ્રામ આઇ.ડી.માં રહેલ પરત મળશે તેમ કહ્યું હતું આ પાંચેય આરોપીઓએ શેર બજારમાં યેનકેન પ્રકારે રૂપીયા ડબલ કરવાની લોભામણી લાલચ આપીને આધેડને વિશ્વાસમાં લઇને તેની પાસેથી ઓનલાઇન અને ગુગલ પે ટ્રાન્જેકશન દ્રારા રૂપીયા ૩૪,૪૦,૧૭૯ મેળવી લીધેલ છે જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે









