મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ રોડે કારખાનાની ઓરડીમાંથી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE









મોરબીના ભડિયાદ રોડે કારખાનાની ઓરડીમાંથી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબી તાલુકાના ભડિયાદ રોડ ઉપર આવેલ ૫૫૫ નળીયાના કારખાનાની ઓરડીમાં પોલીસે દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની ૧૮ બોટલો મળી આવી હતી જેથી કરીને ૧૦,૩૨૦ ની કિંમતની દારૂની બોટલો સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ હતી અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ૫૫૫ નળીયાના કારખાનાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે અનિલભાઈ મહેશભાઈ ઝીંઝવાડીયાની ઓરડીમાંથી દારૂની ૧૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૦,૩૨૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી અનિલભાઈ મહેશભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૧૯) અને ઉદય પ્રભુભાઈ સરવૈયા જાતે કોળી (૨૨) રહે. બંને સાયન્સ કોલેજ સામે વિદ્યાનગર સોસાયટી ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સોને દારૂનો જથ્થો હાર્દિકસિંહ રહે હાલ ભડીયાદ રોડ વિદ્યાનગર સોસાયટી મોરબી મૂળ રહે. થાન વાળાએ આપી હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

હળવદમાં આવેલ સતનામ કોમ્પલેક્ષની બાજુમાંથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૬૮૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ભરતકુમાર ઉર્ફે રાજુ રમણીકભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૫૦) રહે. ધાંગધ્રા દરવાજા પાસે રાવલફળી હળવદ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહ પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કેશુભાઈ નટુભાઈ વિકાણી જાતે દેવીપુજક (૫૧) રહે. લીલાપર રોડ હોથીપીરની દરગાહ સામે વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News