મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોટી રાહત: મોરબીના મચ્છુ-૨ ડેમમાં કેમિકલ નહીં કોલસાની ભૂકકી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલ લેવાયા


SHARE









મોટી રાહત: મોરબીના મચ્છુ-૨ ડેમમાં કેમિકલ નહીં કોલસાની ભૂકકી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલ લેવાયા

મોરબી નજીક આવેલા મચ્છુ-૨ ડેમમાંથી મોરબી અને માળીયા તાલુકાને પીવા અને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે ત્યારે આ ડેમના પાણીમાં કાળા રંગનું પાણી કોઈએ નાખ્યું હોય તેવો વિડીયો મંગળવારે બપોરથી સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો જેથી કરીને જીપીસીબી અને સિંચાઇ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને પાણીના સેમ્પલ લેવામાં આવેલ છે જો કે, પ્રાથમિક તારણમાં કોલસાની ભૂકકી હોવાનું અધિકારીએ જણાવ્યુ છે જેથી કરીને મોરબીના લોકોને હાલમાં રાહતના સમાચાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્ર્તિ નથી

મોરબી તાલુકાનાં જોધપર ગામ પાસે મચ્છુ-૨ ડેમ આવેલ છે જેમાંથી બે તાલુકાનાં લોકોને પીવા અને સિંચાઇ માટેનું પાણી બાર મહિના આપવામાં આવે છે તેમજ નર્મદાની સૌની યોજનાનો આ મધર ડેમ હોવાથી તેમાં નર્મદની કેનાલ મારફતે પાણી પહોચડવામાં આવે છે તે રાજકોટ અને જામનગર સુધી લઈ જવામાં આવે છે તેવામાં મચ્છુ-૨ ડેમમાં કાળા કલરનું કોઈએ પ્રવાહી ફેંકવામાં આવ્યું હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો જેથી કરીને તાત્કાલિક સિંચાઇ વિભાગ અને જીપીસીબીના અધિકારીઓ દોડતા થયા હતા અને મચ્છુ-૨ ડેમમાંથી પાણીના સેમ્પલ પણ જીપીસીબીના અધિકારી દ્વારા લેવામાં આવેલ છે વધુમાં સિંચાઇ વિભાગના અધિકારી વી.એસ. ભોરણીયાએ જણાવ્યું હતું કે, મચ્છુ-૨ ડેમના દૂષિત પાણીનો વિડીયો સામે આવતાની સાથે જ તેઓ ત્યાં દોડી ગયા હતા અને જીપીસીબીના અધિકારી પણ ત્યાં આવ્યા હતા અને હાલમાં જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવેલ છે જો કે, પ્રાથમિક તારણ મુજબ કોલસાની ડસ્ટ હોય તેવી શક્યતા દેખાઈ રહી છે.

નર્મદા કેનાલ મારફતે પણ દુષિત પાણી ડેમમાં ઠલવાઈ જ છે !

મોરબી જીલ્લામા સિરામિક ઝોનમાંથી નર્મદની મચ્છુ કેનાલ પસાર થાય છે જેથી કરીને કેટલા કારખાના વાળાઓએ તેના કારખાનામાંથી નીકળતા દૂષિત પાણીનો નિકાલ સીધો જ કેનાલમાં કરેલ છે જેથી કરીને કેનાલમાં વહેતા નર્મદાનાં શુદ્ધ પાણીની સાથેસાથે દૂષિત પાણી પણ મોરબીના ડેમમાં જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, પાણીને દૂષિત કરવાનાની આ પ્રવૃતિને રોકવા માટે કોઈ અધિકારી કયારે પણ તસ્દી લીધેલ નથી તે પણ હક્કિત છે




Latest News