મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે ઓફિસના સીસીટીવી કેમેરા-બોર્ડમાં તોડફોડ કરનારા બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE









મોરબીમાં સ્કાય મોલ પાસે ઓફિસના સીસીટીવી કેમેરા-બોર્ડમાં તોડફોડ કરનારા બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ

મોરબીના સનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલ ઓફિસે સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ હતા જે સીસીટીવી કેમેરા તેમજ ઓફિસના બોર્ડને લાકડાનો ધોકા મારીને તોડી નાખવામાં આવ્યા હતા જેથી કરીને ૨૦ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે મોટી કેનાલ મેઇન રોડ યદુનંદન-૧ ખાતે રહેતા જીવણભાઈ ખીમાભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા (૫૭) એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયેશ રબારી રહે. રબારીવાસ મોરબી અને રાજ રાજુ સિક્યુરિટી તેમજ વાલ્વા ધર્મેશ રહે. બંને સ્કાય મોલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની બાજુમાં તેની ઓફિસ આવેલ છે ત્યાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે અને આ આરોપીઓએ લાકડાના ધોકા વડે સીસીટીવી કેમેરા, ઓફિસના બોર્ડ અને ખુરશીમાં તોડફોડ કરેલ છે જેથી કરીને ૨૦ હજાર રૂપિયાનું નુકસાન થયું છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચ્ક્રોગતિમાન કરેલ છે અને આ ગુનામાં હાલમાં આરોપી રાજેશભાઈ રાવજીભાઇ ચાવડા (૩૫) ધંધો સ્કાય મોલમાં સિક્યુરિટી રહે. હાલ રહે સ્કાય મોલ શનાળા રોડ મોરબી મૂળ જામનગર જિલ્લો અને ધર્મેશ પ્રવીણભાઈ વાલ્વા (૨૩) ધંધો સ્કાય મોલમાં સિક્યુરિટી રહે. હાલ રહે સ્કાય મોલ શનાળા રોડ મોરબી મૂળ રહે. નરમાણા જિલ્લા જામનગર વાળાની ધરપકડ કરી હોવાની તપાસ અધિકારી પી.બી. ચાવડાએ જણાવ્યુ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે




Latest News