મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડીએ પગના કાંડા ઉપર ડમ્પરના વ્હીલ ફરી જતાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE









મોરબીની પીપળીયા ચોકડીએ પગના કાંડા ઉપર ડમ્પરના વ્હીલ ફરી જતાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ મોબાઇલની દુકાને મોબાઈલ ફોન રીપેર કરવા માટે જતા વૃદ્ધને ડમ્પરના ચાલકે હડફેટ લીધા હતા જેથી કરીને તેના ડાબા પગના કાંડાથી નીચેનો ભાગ ડમ્પરના ટાયર નીચે ચગદાઈ ગયો હતો અને જમણા પગની બે આંગળીમાં ફ્રેક્ચર થયેલ છે જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા અને ડમ્પર ચાલક અકસ્માત સર્જીને વાહન લઇને ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા ગોપાલભાઈ સવજીભાઈ ચાવડા જાતે આહિર (૩૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ડમ્પર નંબર જીજે બીવી ૯૦૩૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે તેઓના પિતા સવજીભાઈ દેવાભાઈ ચાવડા પોતાનો મોબાઈલ ફોન રીપેર કરવા માટે થઈને મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ મોબાઈલની દુકાને જઈ રહ્યા હતા ત્યારે પીપળીયા ચાર રસ્તા નજીક ક્રિષ્ના નાસ્તા હાઉસની સામેના ભાગમાં રોડ ઉપર ડમ્પરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી ફરિયાદીના પિતાનો ડાબા પગના કાંડાના નીચેનો ભાગ ડમ્પરના ટાયર નીચે ચગદાઈ ગયો હતો અને જમણા પગની બે આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડે  રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલ બાઈક નંબર જીજે ૩ ડીએચ ૧૯૦૧ ને ટ્રક નંબર જીજે ૨૫ યુ ૧૨૨૪ ના ચાલકે પાછળથી અળફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર મજૂરી કામ પૂરું કરીને ઘરે જઈ રહેલા મહેન્દ્રનગર હડફેટે લીધું હતું જેથી કરીને મહેન્દ્રનગર ગામે શીતળામાં વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ ઘોઘજીભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૪૦)ને માથા તથા જમણા પગમાં ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ શૈલેષભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News