મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની જનતા ક્લાસીસનું એમકોમ, બીકોમ અને બીબીએમાં ઉત્તમ પરિણામ


SHARE









મોરબીની જનતા ક્લાસીસનું એમકોમ, બીકોમ અને બીબીએમાં ઉત્તમ પરિણામ

મોરબીમાં ચાર દાયકા કરતા પણ વધુ સમયથી ઉચ્ચ પરિણામોની અવિરત પરંપરાને જનતા ક્લાસીસ દ્વારા આ વર્ષે પણ જાળવી રાખવામા આવી છે અને ત્યાંની વિદ્યાર્થીની જાની વિધીએ M.com. Sem-૩ માં ૮૬.૪૦ % તથા અજાણી ખુશીએ B.com. Sem-૫ માં ૮૬.૮૬% ગુણ પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોરબીને ગૌરવ અપાવ્યુ છે

મોરબી શહેરમા શૈક્ષણીક ક્ષેત્રે વાણિજ્ય પ્રવાહ (Commerce)માં ક્ષેત્રે છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.com., B.Com., B.B.A. સહીતના અભ્યાસક્રમોમા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, શૈક્ષણિક ક્ષેત્રે ૪૯ વર્ષના અનુભવી પ્રવિણભાઈ કક્કડ તથા ૧૭ વર્ષના અનુભવી નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસની M.com. Sem-૩ ની વિદ્યાર્થીની જાની વિધીએ ૮૬.૪૦% ગુણ પ્રાપ્ત કરી જનતા ક્લાસીસ તેમજ સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે. તે ઉપરાંત B.com.Sem-૫ માં અજાણી ખુશી એ ૮૬.૮૬%, B.B.A. Sem-૫ માં જાડેજા મયુરરાજસિંહે ૭૮.૫૮%, B.com., Sem-૩ માં પાંચોટીયા મીતે ૭૯.૮૬% ગુણ પ્રાપ્ત કરી મોરબી જનતા ક્લાસીસ અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો.૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B.), B.com., B.B.A., M.com. ના દરેક વિષયોનુ ચાર દાયકા કરતા વધુ સમય થી શિક્ષણ પ્રદાન કરવામા આવી રહ્યુ છે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના M.com.,B.com.,B.B.A., ના વિદ્યાર્થીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. જેથી આ સિધ્ધિ બદલ ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે સહુ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે તેમજ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો-૧૨ કોમર્સ (GSEB & CBSE), B.com., B.B.A. મા પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ગયેલ છે તેમ યાદી મા જણાવ્યુ છે.




Latest News