મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે પાર્કિંગના ઝઘડા મુદે યુવાનને મારી નાખવાની ધમકીના ગુનામાં ચાર આરોપીની ધરપકડ: બેની શોધખોળ


SHARE









મોરબીમાં સ્કાય મોલ પાસે પાર્કિંગના ઝઘડા મુદે યુવાનને મારી નાખવાની ધમકીના ગુનામાં ચાર આરોપીની ધરપકડ: બેની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કૈલાશ પાર્ક ભગવતી હોલની બાજુમાં રહેતા યુવાનના ઘરે છ શખ્સો થોડા દિવસો પહેલા આવ્યા હતા અને “સ્કાય મોલ વાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહિતર જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી હતી અને છરી લઈને એક શખ્સ યુવાનને છરી મારવા માટે દોડ્યો હતો અને બીજા શખ્સો પથ્થર લઈને પાછળ દોડ્યા હતા ત્યારે યુવાન તેના ઘરમાં જતો રહેતા બે સ્કૂટરમાં પથ્થરના ઘા મારીને નુકસાની કરી હતી જેની યુવાન દ્વારા છ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનામાં બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતી હોલની બાજુમાં રહેતા હિતેશભાઈ ધર્મેન્દ્રભાઈ વાસવેલીયા જાતે પ્રજાપતિ (૨૭)એ થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મચ્છો રબારી, સંજયભાઈ રબારી, દિનેશભાઈ રબારી, મહેશભાઈ રબારી, મેરૂભાઈ રબારી અને જેઠાભાઇ રબારી રહે બધા રબારીવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે વાહન પાર્કિંગ બાબતે થોડા સમય પહેલા તેના મિત્ર દેવ સાથે આરોપીઓને માથાકૂટ થયેલ હતી અને ફરિયાદી યુવાન દેવ સાથે કામ કરતો હોય અને તેની સાથે અવારનવાર ફરતો હોય જેથી આ કામના આરોપીઓ તે બાબતનો ખાસ રાખીને તેના ઘર પાસે સંજય રબારીની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા હતા જેમાં મચ્છોભાઈ રબારી, સંજયભાઈ રબારી, દિનેશભાઈ રબારી અને મહેશભાઈ રબારી આવ્યા હતા

ત્યારે મચ્છોભાઈ રબારીએ ફરિયાદીને શેરીમાં બહાર બોલાવ્યો હતો ત્યારબાદ દિનેશ રબારીએ તેને છરી બતાવીને તેને છરી મારવા માટે તેની પાછળ દોડ્યો હતો ત્યારે બાકીના ત્રણ શખ્સો પથ્થર લઈને તેની પાછળ તેને મારવા માટે થઈને દોડયા હતા ત્યારે ફરિયાદી યુવાન તેના ઘરમાં જતો રહ્યો હતો અને કારમાં આવેલા ચાર શખ્સો તેમજ મેરૂભાઈ રબારી અને જેઠાભાઇ રબારી ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનને ગાળો આપીને “હવે તું સ્કાય મોલ વાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીંતર જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હતી તેમજ ફરિયાદી યુવાનના ઘર બહાર શેરીમાં પડેલ બે સ્કૂટર ઉપર છુટા પથ્થરના ઘા મારીને તેમાં તોડફોડ કરવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. પાતાળિયા અને તેની ટીમે આ ગુનામાં મચ્છો જેમલભાઈ મોરી જાતે રબારી, સંજયભાઈ જેમલભાઈ મોરી જાતે રબારી, દિનેશભાઈ અમરાભાઈ બાર જાતે રબારી અને મહેશભાઈ હીરાભાઈ ભૂંભારિયા જાતે રબારી રહે. બધા રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી  અને આ ગુનામાં આરોપી મેરૂભાઈ રબારી અને જેઠાભાઇ રબારીને પકડવાના બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News