મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સૌપ્રથમવાર ગુજરાતના સૌપ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરની ટીમ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર રાજકોટ તેમજ ફિઝિયોકેર સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર મોરબીના સંયુક્ત ઉપક્રમે આ નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામા આવેલ છે

આ કેમ્પનો સાઈટીકા, ગાદી ખસવી, સાંધા કે ઘૂંટણના વા, સ્નાયુના દુ:ખાવા કે સાંધાના ઘસારા, દરેક પ્રકારના લકવા તથા પેરલિસિસ માટે, કંપવા, બેલેન્સ પ્રોબ્લેમ, જન્મજાત ખોડખાંપણ, સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ, લર્નિંગ પ્રોબ્લેમ, હાઇપર એક્ટિવ વગેરે તકલીફો ધરાવતા બાળકો, બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ, હાયપરએક્ટીવીટી, બાળકને થતી ભણવાને લગતી તકલીફ, જીદ્દી સ્વભાવ, કાઉન્સેલિંગ (વ્યક્તિગત કે પારિવારિક પ્રશ્નો માટે), યાદ ન રહેવું, સ્ટ્રેસ મેનેજમેન્ટ, I.Q ટેસ્ટ, પર્સનાલિટીને લાગતા પ્રશ્નો, શારીરિક કે માનસિક ખોડખાંપણ ધરાવતાં બાળકો/વયસ્કો, ઓછી એકાગ્રતા કે માનસિક અસ્વસ્થતા ધરાવતા વ્યક્તિઓ, કપાયેલી આંગળીઓ, નાક, કાન વગેરે કોસ્મેટિક, ઓર્થોટિક અને પ્રોસ્થેટિક ઉપકરણો અને તેને લગતી તકલીફો ધરાવતા વ્યક્તિઓ, કાનમાં રસી કે ઈન્ફેકશનની ફરિયાદ, સાંભળવાની તકલીફ, ચાલતી કે ઉભા થતી વખતે ચક્કર આવવા, વાત કરવામાં બેધ્યાનપણું, કાનમાં દુ:ખાવાની ફરિયાદ, કાનમાં સીટી, ધાક પડવી કે તમરાં બોલવાની ફરિયાદ ધરાવતા વ્યક્તિઓ લાભ લઈ શકે છે આ કેમ્પ આગામી તા ૪/૨/૨૦૨૪ ને રવિવાર મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે રાખવામા આવેલ છે

આ કેમ્પમાં કુંજ વછરાજાની (ડિરેક્ટર અને સ્પીચ પેથોલોજીસ્ટ) બોલવામાં થતી તકલીફોનાં નિષ્ણાંત, ડો. કેશા અગ્રવાલ (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ, ફિઝિયોકેર –મોરબી) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ધ્રુવિન ચાવડા (ઓર્થોટિસ્ટ અને પ્રોસ્થેટિસ્ટ), બંસી સરધારા (ઓડીયોલોજીસ્ટ) સાંભળવામાં થતી તકલીફોનાં નિષ્ણાંત, ડો.કૃતિ દેસાઈ(ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ખ્યાતિ પટેલ (રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ) માનસીક રોગનાં નિષ્ણાંત સેવા આપશે. અને આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મોબાઈલ નંબર ૯૦૧૬૯૪૮૧૩૭ અને ૮૧૬૦૨૮૨૪૫૬ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે અને તેના જુના રીપોર્ટસ સાથે લાવવાના રહેશે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News