ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી લગ્ન પ્રસંગમાં આવેલ યુવાનની કારનો કાચ તોડીને ચાર તોલાના સોનાના સેટની ચોરી


SHARE













મોરબી લગ્ન પ્રસંગમાં આવેલ યુવાનની કારનો કાચ તોડીને ચાર તોલાના સોનાના સેટની ચોરી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર હોલ પાસે પાર્ક કરીને મૂકવામાં આવેલ ગાડીનો કાચ તોડીને તેમાંથી સોનાના ચાર તોલાના સેટની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧.૫૩ લાખ થી વધુની ચોરી અને કારમાં નુકશાનની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે ગણાત્રા હોલની બાજુમાં રામનાથ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ મનસુખભાઈ નિમાવત જાતે બાબાજી (૪૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૭/૧/૨૪ ના રોજ રાત્રિના આઠ વાગ્યાથી લઈને રાત્રિના ૧૨:૦૦  વાગ્યા સુધી તેઓએ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર હોલના પાર્કિંગમાં તેની કાર નંબર જીજે ૩૭ જે ૫૯૨૪ પાર્ક કરીને મૂકી હતી અને ત્યારે તે કારનો સાઇડનો એક કાચ તોડીને કારમાં ૩૦૦૦ રૂપિયાની નુકસાની કરેલ છે તેમજ કારમાં રહેલ પર્સમાં રાખવામાં આવેલ ચાર તોલાના સોનાના સેટની ચોરી કરવામાં આવે છે જેથી કુલ મળીને ૧,૫૩,૯૯૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને વધુમાં જાણવા મળતી વિગત મુજબ કિરીટભાઈ નિમાવત મોરબીમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને દરમિયાન આ ચોરીની ઘટના તેઓની સાથે બનેલ છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ચોરીની આ ઘટનામાં આરોપી પોલીસની હાથવેંતમાં છે

બાઇક સ્લીપ

માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતો રોહિત શંકરભાઈ કૈલા (૩૬) નામનો યુવાન મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસે હનુમાન મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News