મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના મહેશ્વરીબેન અંતાણીએ ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યમાં બેવડી સિદ્ધિ મેળવી


SHARE









મોરબીના મહેશ્વરીબેન અંતાણીએ ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યમાં બેવડી સિદ્ધિ મેળવી

"ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન" શીખવા માટેની કોઈ ઉમર નથી હોતી, જીવનની સમી સાંજે પોસ્ટ ઓફિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી પણ  સતત પ્રવૃત્તિ શીલ રહીને મહેશ્વરીબેને  અભ્યાસમાં ઉંમરનો બાદ નડતો નથી તે ઉક્તિ  સાર્થક કરી બતાવી છે પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા શ્રી નટવરી નૃત્યમાલા ક્લાસિક ડાન્સ ક્લાસીસ-રાજકોટના કથક નૃત્ય કલાગુરૂ વંદનીય શ્રીમતી હર્ષાબેન ઠક્કરના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ અને આ સંસ્થાના હોનહાર શિક્ષકો જેવાકે શ્રીમતી ડોલીબેન ઠક્કર, ખ્યાતિદીદી, ધ્યાનીદીદી, અનુશ્રીદીદી, રિધ્ધિદીદીના સાનિધ્યમાં સાત વર્ષની સઘન તાલીમ લઇ ૬૪ વર્ષ ની ઉંમરે  મહેશ્વરીબેન અંતાણીએ કથક નૃત્ય 'લખનઉ' ઘરાનામાં ૬૬.૭૫ % સાથે પ્રથમ વર્ગ માં વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. આ અગાઉ તેમણે કથકના 'જયપુર' ઘરાનામાં પણ વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. આમ તેમણે કથક નૃત્યના 'લખનઉ 'તથા 'જયપુર' બન્ને ઘરાનામાં વિશારદ થઈ બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે હાલમાં તેઓ ભરતનાટ્યમમાં પણ વિશારદના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે




Latest News