મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના કણબીપરા ઘરમાં સફાઈ કરતી મહિલાને શોર્ટ લગતા મોત


SHARE









હળવદના કણબીપરા ઘરમાં સફાઈ કરતી મહિલાને શોર્ટ લગતા મોત

હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતી મહિલા પોતે પોતાના ઘરે ફ્રિજના વાયરનો પ્લગ કાઢી રહી હતી ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા પુષ્પાબેન નીતિનભાઈ પારેજીયા જાતે પટેલ (૪૦) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરનું સફાઈ કામ કરતા સમયે તેઓ ફ્રીજના વાયરનો પ્લગ કાઢવા જતા સમયે તેઓને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને પુષ્પાબેન નીતિનભાઈ પારેજીયાનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન હરેશભાઈ શંકરભાઈ પારેજીયા જાતે પટેલ (૩૭) રહે. કણબીપરા હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

વાંકાનેરના રૂપાવટી ગામે રહેતા ગોરધનભાઈ હરજીભાઈ રાઠોડ (૪૫) ને લીવરની બીમારીના કારણે બેભાન થઈ જતા કુવાડવા પાસે આવેલ ગીરીરાજ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News