મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાથી સોની વેપારીઓનું ૧૨.૬૦ લાખનું સોનું લઈને બંગાળી કારીગરની સુરતથી ધરપકડ


SHARE















મોરબીમાથી સોની વેપારીઓનું ૧૨.૬૦ લાખનું સોનું લઈને બંગાળી કારીગરની સુરતથી ધરપકડ

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી રોયલ પ્લાઝામાં દુકાન ધરાવતા બંગાળી કારીગરને જુદા જુદા સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે તેને સોનું આપ્યું હતું જે આશરે ૪૨૦ ગ્રામ સોનું બંગાળી કારીગર લઈને નાસી ગયેલ હતી જેની વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં એલસીબીની ટીમે આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ પર આવેલા શક્તિ પ્લોટ વિસ્તારમાં શાંતિ નિકેતન મકાનમાં રહેતા વિરલભાઇ મનહરભાઈ આડેસરા (૨૬)એ વર્ષ ૨૦૨૧ માં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર રહે. હાલ ગાંધી બજાર હવેલી શેરી મોરબી મૂળ રહે પશ્ચિમ બંગાળ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓએ તેમજ મોરબીના અન્ય સોની વેપારીઓએ સોનાના ઘરેણા બનાવવા માટે છેલ્લા એકાદ વર્ષથી અંદર કટકે-કટકે આ કારીગરને ૪૨૦  ગ્રામ જેટલું સોનું આપ્યું હતું જેની સરેરાશ બજાર કિંમત ૧૨,૬૦,૦૦૦ રૂપિયા થઈ છે તે સોનાની છેતરપિંડી કારીગર દ્વારા કરવા આવેલ છે જેથી સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે આપેલું સોનું લઈને નાસી ગયેલા બંગાળી સોની કારીગર સામે હાલમાં સોની વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર (૩૦) રહે. ખાનાકુલ, ચંદકુંડુ, મારોખાના, હુગલી, પશ્વીમ બંગાળ વાળો હાલમાં સુરત ખાતે હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળતા સુરત હીરા બજારમાંથી આરોપીને ઝડપી લેવામાં આવેલ છે અને હાલમાં આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા અને એ.ડી.જાડેજા તેમજ સ્ટાફના રામભાઈ મંઢ, જયેશભાઇ વાઘેલા, વિક્રમભાઈ રાઠોડ સહિતની ટીમે કરી હતી

આરોપી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી આરોપી નાસતો ફરતો હતી જેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મૂળ રાજસ્થાનના રહેવાસી આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ રાવ (૪૧) રહે. હાલમાં તળાજા નજીક આવેલ ચામુંડા હોટલ જિલ્લા ભાવનગર વાળની ત્યાંથી મોરબી એલસીબીની ટીમે ધરપકડ કરીને આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે






Latest News