મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના હુકમની પાંચ વર્ષ પછી પણ સ્ટાફે નહીં કરી અમલવારી !


SHARE













મોરબીમાં કલેકટરના હુકમની પાંચ વર્ષ પછી પણ સ્ટાફે નહીં કરી અમલવારી !

એક બાજુ માનવી થાય વિકાસની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ લોકોને આજની તારીખે પણ ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ માટે હેરાન થવું પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાના જાંબુડિયા ગામ પાસે આવેલ મચ્છોમા નગરમાં રહેતા લોકોને પાણી, શૌચાલય, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા વિગેરે જેવી કોઈ સુવિધા મળી રહી નથી અને સૌથી મોટી વાત તો એ  છે કે મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા વર્ષ ૨૦૧૮ માં ત્યાં રહેતા લોકોના મકાન કાયદેસર કરવા હુકમ કરેલ છે તેની અમલવારી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો કલેક્ટરના હુકમની વહેલી તકે અમલવારી કરવામાં આવે તેના માટે દર દર ભટકી રહ્યા છે

મોરબીના જાંબુડિયા નજીક આવેલ મચ્છોમાં નગરમાં રહેતા લોકોએ હાલમાં જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને તેની નકલ ધારાસભ્યોને પણ આપવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, વર્ષોથી તેઓ ત્યાં રહે છે અને ત્યાં લાઈટ, પાણી, રોડ રસ્તા જેવી કોઈ પ્રાથમિક સુવિધા નથી અને ત્યાં રહેતા લોકોનો પેસકાદમીનો કેસ અગાઉ વર્ષ ૨૦૧૮ માં ચાલી ગયેલ છે ત્યારે મચ્છોમાં નગર સેવા સમિતિના નેજા હેઠળ કાનૂની લડત ચલાવવામાં આવી હતી અને ત્યારે કલેકટરે ત્યાં રહેતા લોકોના મકાનોને રેગ્યુલાઈઝડ કરવાનો હુકમ કર્યો હતો. જો કે કલેક્ટરના આદેશને પાંચ વર્ષ થઈ ગયા છે તો પણ તેની અમલવારી કરવામાં આવેલ નથી જેથી વર્ષ ૨૦૧૮ માં થયેલ હુકમની અમલવારી કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે, આ આ વિસ્તારમાં હાલમાં ૨૫૦૦ જેટલા લોકો રહે છે અને મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલવી રહ્યા છે ત્યારે આ લોકોને ઘર અને સુવિધા મળે તેના માટે કલેકટરના આદેશ મુજબની તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News