મોરબીમાં જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જૂના શિશુ મંદિર ખાતે બેઠક યોજાઇ
મોરબી નજીક ડીઝલ ચોરીમાં પોલીસની સંડોવણી !: આખી રાત સેમ્પલ-નિવેદન લેવાયા, પોલીસ જવાનની ગાડીમાંથી મળ્યા બીયરના ટીન !
SHARE
મોરબી નજીક ડીઝલ ચોરીમાં પોલીસની સંડોવણી !: આખી રાત સેમ્પલ-નિવેદન લેવાયા, પોલીસ જવાનની ગાડીમાંથી મળ્યા બીયરના ટીન !
મોરબી તાલુકાનાં વીરપરડા ગામ નજીક આવેલ હોટલ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડીઝલ ચોરીની હક્કિત આધારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર મોરબી જિલ્લા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીની ત્યાં હાજર જોવા મળી હતી અને ડીઝલ ચોરીના ગોરખધંધામાં તે પોલીસ કર્મચારીના પિતરાઇ ભાઈની પણ સંડોવણી હોવાની માહિતી સામે આવી રહી છે જો કે, સેમ્પલ લેવાની અને નિવેદન લેવાની કામગીરી આખી રાત કરવામાં આવી છે જેથી કરીને હજુ સુધી આ ડીઝલ ચોરીના કૌભાંડની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ નથી જો કે, પોલીસ કર્મચારી સહિત કુલ ૧૧ સામે ગુનો નોંધાઈ તેવી શક્યતા છે અને પોલીસ કર્મચારીની ગાડીમાંથી બીયરના ટીન પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળ્યા હતા તેવી માહિતી જાણવા મળી રહી છે
ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં વીરપરડા ગામાં નજીક આવેલ હોટલ પાસે ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૨૧,૦૦૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો અને બે ટેન્કર તેમજ કાર સહિત કુલ મળીને લાખો રૂપિયાનો મુદામાલ કાબજે કર્યો હતો અને ૧૧ શખ્સોની સામે ગુનો નોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી જો કે, આખી રાત સુધી નિવેદન લેવામાં આવેલ છે તેમજ ડિઝલના સેમ્પલ લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી અને હજુ સુધી આ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ નથી જો કે, સાંજ સુધીમાં એક પોલીસ કર્મચારી, તે પોલીસ કર્મચારીના પિતરાઇ ભાઈ સહિત કુલ મળીને ૧૧ સામે ગુનો નોંધાઈ તેવી માહિતી મળી છે
વધુમાં મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતો ભરત મીયાત્રા નામનો પોલીસ કર્મચારી ત્યાં હોટલે હાજર હતો અને તેના દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના અધિકારી અને કર્મચારીઓની સાથે બોલાચાલી અને માથાકૂટ કરવામા આવી હતી આટલું જ નહીં પરંતુ તેની ગાડીમાંથી બીયરના ટીન પણ મળી આવ્યા હતા તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તેમજ હાલમાં ડીઝલની બજાર કિંમત ૧૦૦ રૂપિયાની આજુબાજુમાં છે ત્યારે ટેન્કરના ચાલકો સાથે સાંઠગાંઠ કરીને જુદાજુદા ટેન્કરમાંથી ૫૦ થી ૧૦૦ લિટર ડીઝલ ચોરી કરી લેવામાં આવતું હતું અને તે ડીઝલ માટે ટેન્કર વાળાને પ્રતિ લિટરે ૪૦ થી ૫૦ રૂપિયા મળતા હતા અને આ ચોરી કરીને મેળવેલા ડિઝલને તાત્કાલિક ૭૫ થી ૮૦ રૂપિયાના ભાવમાં બીજા વાહનમાં ભરીને જુદાજુદા ગ્રાહકોને વેંચી નાખવામાં આવતું હતુ તેવું ચર્ચાઇ રહ્યું છે જો કે, આ ડીઝલ ચોરી કેટલા સમથી કરવામાં આવી રહી હતી તે સહિતની બાબતોનો હવે ખૂલશો થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અને એક જ પોલીસ કર્મચારી તેમાં સંડોવાયેલ છે કે, બીજા અધિકારી અને કર્મચારી સંડોવાયેલ છે કે, કેમ તે દિશામાં તપાસ થશે નહીં તે તો આગામી સમય જ બતાવશે