હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ


SHARE













મોરબીના રવાપર ગામે રહેતો યુવાન ઘરેથી કંઇ કહ્યા વિના ગુમ, જાણ કરાતા પોલીસ તપાસ શરૂ

મોરબીના રવાપર ગામે રહેતા પરિવારનો યુવાન અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતો હતો અને દરમિયાનમાં તે યુવાન ગઈકાલે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કયાંક ચાલ્યો ગયો હોય પરિવારજનો દ્રારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં તેનો પતો ન લાગતા અંતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી યુવાનની શોધખોળ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે આવેલા રાધે હાઇટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અઘારા જાતે પટેલ (ઉમર ૫૧) નો પુત્ર રોનક કિશોરભાઇ અઘારા (ઉંમર ૨૦) કે જે અભ્યાસ કર્યા બાદ ટાઇલ્સ લે-વેચનું કામકાજ કરતો હતો. તે ગઈકાલ તા.૫-૨ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે.જેથી પરિવારજનો દ્રારા શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ રોનકનો કોઈ અતો-પતો ન લાગતા અંતે ગુમ થયેલા યુવાનના પિતા કિશોરભાઈ અઘારા દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને પોલીસ મથક ખાતે હાલ ગુમ સુધા નોંધ દાખલ કરી ને ગુમ થયેલા રોનકને શોધવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ ચાવડા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મૃતક માતાની યાદ આવતા દવા પી ગયેલ પરણીતા સારવારમાં

મોરબીના જુના સાદુરકા ગામે ભાવેશભાઈ મેઘજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના જમનાબેન રાહુલભાઈ રણજીતભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૨૦) નામની પરિણીતા તા.૩૦-૧ ના સાંજે સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગઈ હોય તેને અસર થતા અત્રે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોય અને સંતાન ન હોય હાલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી પીએસઆઇ બી.એ.ગઢવીએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે ભોગ બનેલ જમનાબેનના માતાનું થોડા સમય પહેલા અવસાન થયેલું હોય અને તેઓના મૃતક માતાની યાદ આવતા લાગણીસભર થઈને તેઓએ ભૂલથી ઝેરી દવાયુક્ત ગ્લાસમાં પાણી પી લીધું હતું જેથી તેણીને અસર થઈ હતી.






Latest News