મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે પાસે પ્લોટમાં સફાઈ કરાવતી યુવતીને વ્હોટ્સએપ કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં ઘરે પાસે પ્લોટમાં સફાઈ કરાવતી યુવતીને વ્હોટ્સએપ કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ફિદાઇ પાર્કમાં રહેતી યુવતીએ તેઓના ઘર પાસે દેવીપુજક સમાજના લગ્ન હોવાથી ત્યાં પ્લોટમાં સાફ-સફાઈ કરવામાં આવતી હતી દરમિયાન ત્યાં રહેતા શખ્સને તે સારું નહીં લગતા તેને યુવતી તથા સાહેદોને વ્હોટ્સએપ કોલ કરીને જેમ ફાવે તેમ અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આનંદનગરની બાજુમાં આવેલ ફિદાઈ પાર્ક સોસાયટીમાં રહેતા સોનલબેન નજરૂદ્દીનભાઈ કચરાણી જાતે ખોજા (૨૫) નામની યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. તુલસી પાર્ક સનાળા બાયપાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના ઘરની બાજુમાં ખાલી પડેલ પ્લોટમાં દેવીપુજક સમાજના લગ્ન હોય જેથી કરીને તેઓએ પ્લોટમાં સાફ-સફાઈ કરાવતા આરોપીને તે સારું લાગ્યું ન હતું જેથી તેણે ફરિયાદી યુવતી તેમજ સાહેદને ફોનમાં વ્હોટ્સએપ કોલ કરીને જેમ ફાવે તેમ આપ શબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.વી. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News