મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી ચાર બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં લોહાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી ચાર બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ લોહાણા બોર્ડિંગની સામેના ભાગમાં આવેલ શેરીમાંથી એક્ટિવા લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ચાર બોટલ દારૂ અને વાહન સહિત કુલ મળીને ૪૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર રામચોક પાસે આવેલ લોહાણા બોર્ડિંગ સામેની શેરીમાંથી એક્ટિવા નંબર જીજે ૩૬ એએ ૮૩૮૭ પસાર થઈ રહ્યું હતું ત્યારે એક્ટિવા લઈને જઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવતા ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ અને ૪૦,૦૦૦ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ૪૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે હિતેન ઉર્ફે વીકી દિનેશભાઈ ઠોરીયા જાતે પટેલ (૨૯) રહે. પારેખ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે






Latest News