મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોંગ્રેસને વિખેરવા માટે બે માજી ધારાસભ્યો અને કિશોરભાઈ ચીખલીયા પ્રયત્નશીલ: જયંતિભાઈ પટેલનો ગંભીર આક્ષેપ


SHARE













મોરબી જિલ્લામાં કોંગ્રેસને વિખેરવા માટે બે માજી ધારાસભ્યો અને કિશોરભાઈ ચીખલીયા પ્રયત્નશીલ: જયંતિભાઈ પટેલનો ગંભીર આક્ષેપ

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ની વરણી કરવામાં આવતાની સાથે જ કોંગ્રેસમાં ભડકો થયો છે અને મોરબી જિલ્લાના કોંગ્રેસના બે માજી ધારાસભ્યો જિલ્લામાં કોંગ્રેસને વીખવા માટે પ્રયત્નશીલ છે તેઓ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાયેલા આક્ષેપોથી જીલ્લાના રાજકારણમાં સનસનાટી મચી ગયેલ છે.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા ગુજરાતન ૧૩ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખને બદલાવવામાં આવ્યા છે તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લાના પ્રમુખ પદે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી છે જેથી કરીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેને લઈને જ આજે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા જયંતિભાઇ પટેલના નિવાસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા જેને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી કિશોરભાઇ ચિખલીયાને સોંપવામાં આવેલ છે તેને અગાઉ વર્ષ ૨૦૧૭ માં વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષ સામે બળવો કરવા માટે થઈને અપક્ષ મા ઉમેદવારી નોંધાવી હતી તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના સભ્ય હતા ત્યારે પણ તેણે કારોબારી સમિતિના અધ્યક્ષ અને પ્રમુખ બનવા માટે બંને સમયે બળવો કર્યો હતો આટલું જ નહીં પરંતુ હાલમાં તેઓને આ પત્ની ભાજપમાંથી જિલ્લા પંચાયતની દહીસરા બેઠક ઉપરથી ચૂંટાયેલા છે અને જિલ્લા પંચાયતની બે જુદી જુદી કમીટીમાં તેઓને સમાવેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ વર્ષ ૨૦૨૦ માં યોજાયેલ મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી વખતે તેઓને ટિકિટ ન આપવામાં આવતા તેને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો હાથ પકડ્યો હતો તેમ છતાં પણ હાલમાં તેઓને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ મુકેશભાઈ ગામી સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં કોંગ્રેસ સહિત મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.






Latest News