મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી તબીબ દંપતીને કોરોના સમયે માલદિવમાં કરાવેલ સારવારના ૩.૮૬ ચુકવવા ગ્રાહક કમીશન દ્રારા આદેશ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી તબીબ દંપતીને કોરોના સમયે માલદિવમાં કરાવેલ સારવારના ૩.૮૬ ચુકવવા ગ્રાહક કમીશન દ્રારા આદેશ

રાજકોટના રહીશ ડો.કલ્પેશભાઈ કાવર અને પત્ની પંકિતબેન કલ્પેશભાઈ કાવરને એ.સી.કે.ઓ. જનરલ ઇન્સ્યુરન્સે મેડીકલ કલેઇમ આપવાની ના પાડતા મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં જતા કોર્ટે કલ્પેશભાઈ કાવરને રૂા.૨,૧૭,૭૩૭ (બે લાખ સત્તર હજાર સાતસો આડત્રીસ) અને પંકિતબેન કાવરને રૂા.૧,૫૮,૯૫૬ (એક લાખ અઠાવન હજાર નવસો છપન) તા.૧૭-૧-૨૩ થી ૬ ટકાના વ્યાજ અને દશ હજાર ખર્ચ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ બાબતે ગ્રાહક સુરક્ષા મંડળના મોરબી જિલ્લા પ્રમુખ લાલજીભાઈ મહેતાના જણાવ્યા પ્રમાણે રાજકોટના રહીશ ડો.કલ્પેશભાઇ કાવર અને તેમનાં પત્ની પંકિતબેન કલ્પેશભાઈ કાવર ટ્રાવેલ કવર પ્રા.લી દ્રારા બન્ને જણા ગત તા.૧૨-૧-૨૨ થી ૧૬-૧-૨૨ સુધી ટ્રાવેલ ઈન્સોરન્સ પોલીસી કેજે એ.સી.કે.ઓ. જનરલ ઇન્સ્યુરન્સમાંથી લીધી હતી ગ્રાહક માલદીવ ટુરમાં જતાં વખતો વખત સરકારની ગાઈડલાઇન મુજબ તા.૧૧-૧-૨૨ રોજ કોરોના ટેસ્ટ કરતા નેગેટીવ આવેલ જેથી ગ્રાહક ઇન્ડીગો એરલાઇન્સ મારફત માલદીવ ટુરમાં ગયેલ પરત આવતા માલદીવ સરકારના આદેશ અનુસાર કોરોના રીપોર્ટ કરાવતા તા.૧૪/૧/૨૨ નાં રોજ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો. જેથી તે સમયની સરકારની ગાઇડ લાઇન મુજબ બન્નેને સાત દિવસ એક રૂમમાં કવોરન્ટાઇન કરવામાં આવેલ હતા. ગ્રાહકે તેજ સમયે વીમા કંપનીને આ અંગેની જાણ કરી આપી હતી કે અહીં અમોને રીસોર્ટમાં રાખવામાં આવેલ છે.

જોકે વીમા કંપનીએ રૂમ ચાર્જ વધારે છે તેવુ જણાવતા માલદીવ સરકારે કહયુ કે અમારી કોઈ હોસ્પીટલમાં જગ્યા નથી.ત્યાર પછી તા.૧૭-૧-૨૨ નાં રોજ માલદીવ સરકારે સરકારી હોસ્પીટલમાં સગવડ કરતાં બન્ને દર્દીને ત્યાં ફેરવી આપેલ તા.૧૭-૧-૨૨ થી ૨૧-૧-૨૨ સુધી સારવારમાં રહ્યા પછી રીપોર્ટ કરતાં બંને નેગેટીવ આવેલ.આમ ગ્રાહક મેડીકલ પોલીસી ધરાવતા હોવા છતા વીમા કંપનીએ તેમને વીમો ચુકવવાની ના પાડતાં મોરબી શહેર/જીલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા રાજકોટ ગ્રાહક કમીશનમાં આ કેઇસ દાખલ કરતા ગ્રાહક અદાલતે હુકમ કર્યા હતો કે ડો.કલ્પેશ શાંતિલાલ કાવરને રૂા.૨,૧૭,૭૩૭/ અંકે રૂપિયા બે લાખ સતર હજાર સાતસો સાડત્રીસ તા. ૧૭-૧-૨૩ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ અને પાંચ હજાર ખર્ચ પેટે ચુકવવા જણાવેલ તેમજ પંકિત કલ્પેશ કાવરને રૂા.૧,૫૮,૯૫૬ અંકે એક લાખ અઠાવન હજાર નવસો છપન તા.૧૭-૧-૨૩ થી ૬ ટકાના ચડત વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના ચુકવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હકક માટે લડત કરતા કંપનીએ ચુકવણુ કરવામાં ઠાગાઠૈયા કર્યા હતા. પરંતુ કોર્ટમાં કેઇસ જતાં રકમ ચુકવી આપેલ છે આથી કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) અથવા મંત્રી રામભાઇ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંરર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.








Latest News