મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલની મદદ મેળવી ચાર કેસમાં આરોપીઓનો થયો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલની મદદ મેળવી ચાર કેસમાં આરોપીઓનો થયો નિર્દોષ છુટકારો

લીગલ સર્વિસ ઓથોરીટી તળે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી દ્વારા ગર્બીઓને અને અન્ડર ટ્રાયલ કેદીઓ માટે મફત અને સક્ષમ કાનૂની સહાય મળી રહે તે માટે લીગલ એઇડ કાઉન્સેલ સ્કીમ ૨૦૨૨ બહાર પાડવામાં આવી છે જે અન્વયે મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ મોરબી કોર્ટમાં ચાલતા ગંભીર પ્રકારના ગુનાઓના કેસમાં આર્થિક રીતે નબળા અને અન્ડર ટ્રાયલ પ્રિઝનરના સક્ષમ અને યોગ્ય બચાવ અર્થે લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલના ચીફ તરીકે શબાના એમ ખોખર અને લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલના આસીસ્ટન્ટ ચીફ તરીકે જીંકલ એ રાજકોટિયા અને મયુર એ પઢીયારની નિમણુંક કરવામાં આવી છે.

જેના દ્વારા આ સપ્તાહમાં અનેક આરોપીઓને મદદ કરી નિર્દોષ છુટકારો કરાવવામાં આવ્યો છે જેમાં પ્રથમ કેસ એટ્રોસિટી કેસ નં ૦૯/૨૦૨૨ ના આરોપી રાજાભાઈ રતાભાઈ ગમારા વિરુદ્ધ મારામારી અને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી જે ફરિયાદ પક્ષે ૭ સાહેદો તપાસવામાં આવ્યા હતા અને ૧૦ દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા જે કેસ મોરબીના મહે. બીજા અધિક સેશન્સ જજશ્રીની કોર્ટમાં ચાલી જતા ચીફ લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપી વિરુદ્ધ કેસ સાબિત નહિ થતા આરોપી રાજાભાઈને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.બીજો કેસ પોક્સો કેસ નં ૯/૨૦૨૨ ના આરોપી બાબુભાઈ મેરૂભાઈ કારૂ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટની કમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદ પક્ષે ૮ સાહેદો તપાસવામાં આવ્યા અને ૩૬ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જે કેસ મહે. બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપી વિરુદ્ધ કેસ સાબિત નહિ થતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

ત્રીજો કેસ સેશન્સ કેસ નં ૨૭/૨૦૨૨ ના આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુરભાઈ તલસાણીયા વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદ પક્ષે ૧૦ સાહેદો તપાસવામાં આવેલ અને ૨૦ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને પગલે કોર્ટે આરોપી વિરુદ્ધ કેસ સાબિત નહિ થતા નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો.તો ચોથો કેસ સેશન્સ કેસ નં ૧૦૦/૨૦૨૨ ના આરોપી છગન નવલભાઈ ડામોર વિરુદ્ધ હત્યાની કલમ મુજબ નોંધાયો હતો જેમાં ૯ સાહેદો તપાસી અને ૨૮ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જે કેસ કોર્ટમાં હ્કાલી જતા ચીફ લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપી વિરુદ્ધ કેસ સાબિત નહિ થતા આરોપી છગનભાઈ ડામોરને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.જે તમામ કેસમાં મોરબી ડીસ્ટ્રીકટ લીગલ એઇડ વિભાગના લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલના ચીફ શબાના એમ ખોખર, આસીસ્ટન્ટ જીન્ક્લ એ. રાજકોટિયા અને મયુર એ. પઢીયાર રોકાયેલ હતા.






Latest News