મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા  બોર્ડના પરિક્ષાર્થીઓ માટે યોજાશે એમસીક્યુ ટેસ્ટ


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા  બોર્ડના પરિક્ષાર્થીઓ માટે યોજાશે એમસીક્યુ ટેસ્ટ

બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સમયે પરીક્ષા કઈ રીતે આપવાની હોય..? કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું ..? તે માટેનો મહાવરો થાય તે હેતુથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી માર્ચ મહિનામાં ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છેે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડરનો દૂર થાય તેમજ કઇ બાબતોનું ધ્યાન રાખવુ તેનો મહાવરો થાય તે હેતુથી અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધે તે માટે નીલકંઠ સ્કૂલ દ્વારા તા.૧૮ ને રવિવારના સવારે ૯ થી ૧૧ નીલકંઠ સ્કૂલ રવાપર રોડ ખાતે મોરબીની તમામ સ્કૂલ અને ક્લાસીસના ધો.૧૦ ના વિદ્યાર્થીઓ માટે એમસીકયુ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટેસ્ટમાં ૧૦૦ માર્કનું પેપર હશે.જેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ૩૦, ગણિતના ૩૦, સામાજિક વિજ્ઞાનના ૨૦ તેમજ ઇંગ્લિશના ૨૦ એમસીકયુ હશે.પરીક્ષા પૂર્ણ થયા બાદ સૌ માટે નાસ્તાનું આયોજન કરેલ છે.પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવા તથા ખાખી સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે પણ માહિતી આપવામાં આવશે.પરીક્ષામાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બંને ગણિત રાખવામાં આવેલ છે. તો ઓનલાઇન કે ફોનમાં રજિસ્ટ્રેશન કરાવતી વખતે વિષય પસંદગી અચૂક કરવી જેથી વ્યવસ્થામાં સરળતા રહે. રજીસ્ટ્રેશન આ https://forms.gle/4yxwP9P1YpepKfyG6 લીંક ઉપર કરવાનું રહેશે.તેમજ ૯૫૧૨૨ ૯૫૯૫૦ અથવા ૯૫૧૨૨ ૯૫૯૫૧ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.પરીક્ષામાં ટોપ ૧૦ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.તેમ સંસ્થાના જીતુભાઇ વડસોલાએ માહીતી આપતા જણાવ્યું છે.






Latest News