મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

શ્રી સરસ્વતી શિશુમંદીર-શકત શનાળા ખાતે ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠ નિમિત્તે દાદા-દાદી સંમેલન તથા અંગદાન મહાદાનનો કાર્યક્રમ યોજાશે


SHARE













શ્રી સરસ્વતી શિશુમંદીર-શકત શનાળા ખાતે ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠ નિમિત્તે દાદા-દાદી સંમેલન તથા અંગદાન મહાદાનનો કાર્યક્રમ યોજાશે

આપણા સૌના સહિયારા પુરુષાર્થ અને ઈશ્વરના આશીર્વાદથી ચાર વર્ષ પહેલાં આપણા વિદ્યાલય પરિસરમાં ભારતમાતા મંદિર તથા બાવન શકિ‌તપીઠનું સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે થઈ હતી. આજે આ મંદિર શકિતપીઠો, ગૌશાળા, યજ્ઞશાળા આપણને સતત આધ્યાત્મિક અનુભૂતિ કરાવી ઉર્જાવાન બનાવે છે. શિક્ષણનો સંબંધ જીવન સાથે છે ત્યારે જીવનનો સૌથી લાંબો તબક્કો (૪૦ વર્ષ) વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થાનું શિક્ષણ કેવું હોય? અને આ અવસ્થાને સુખ અને આનંદપૂર્વક કેમ જીવી શકાય? આ વિષય પર ચર્ચા કરવા માટે ‘દાદા-દાદી સંમેલન’નું આયોજન કરેલ છે. આપની વૃદ્ધાવસ્થાને રમણીય બનાવવા માટે આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી થશે. તારીખ ૧૭/૦૨/૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૦૯ કલાકે શ્રી સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા રાખેલ છે. જેમાં શ્રી કનુભાઈ કરકર (નિવૃત પ્રાચાર્ય-જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જુનાગઢ) વક્તા તરીકે અને અતિથિ તરીકે કંચનબેન લાલજીભાઈ ગોઠી તથા લાલજીભાઇ લક્ષમણભાઈ ગોઠી ઉપસ્થિત રહેવાના છે.

ભારતીય સંસ્કૃતિમાં જપ, તપ, ધ્યાન, યજ્ઞ, દાન વગેરેનું ખૂબ મહત્વ છે. આપણે પ્રકૃતિને પૂજનારા અને પ્રકૃતિમાંથી પ્રેરણા લઈ જીવન જીવનારા લોકો છીએ. વનસ્પતિ, નદી-નાળા, પર્વતો, સુરજ, ચંદ્ર, ધરતીમાતા આવા અસંખ્ય પ્રાકૃતિક દેવતાઓ સતત અને નિર્વ્યાજ આપવાનો સંદેશ આપે છે. જે આપે છે તે પામે છે અને જે આપે છે તે વિકસે છે. આપણે પણ પ્રકૃતિનું જ એક ઘટક છીએ અને આપવું તે આપણો પણ સ્વભાવ છે. આ સૂત્રનું સ્મરણ કરાવવા અને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાની પ્રેરણા આપતો કાર્યક્રમ એટલે ‘અંગદાન મહાદાન’ આપણા શરીરનું શું મહત્વ છે અને જ્યારે આપણા માટે આ શરીર નકામું બની જાય ત્યારે અન્યના જીવનને કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવા માટે આપ આ કાર્યક્રમમાં જરૂરથી પધારશો. તારીખ ૧૭/૦૨/૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે ૦૯ કલાકે શ્રી સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા રાખેલ છે. જેમાં દિલીપજી દેશમુખ (સામાજિક કાર્યકર્તા) વક્તા તરીકે અને અતિથિ તરીકે ડૉ. હિતેશ પટેલ (કાન, નાક તથા ગળાના સર્જન) ઉપસ્થિત રહેવાના છે.






Latest News